VIDEO | 'ચા' ના ચક્કરમાં પાકિસ્તાની ખેલાડીની સોશિયલ મીડિયા પર બની મજાક

પાકિસ્તાને સીરિઝની અંતિમ મેચ 42 રને જીતી હતી

ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાને સીરિઝ 4-1થી ગુમાવી

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
VIDEO | 'ચા' ના ચક્કરમાં પાકિસ્તાની ખેલાડીની સોશિયલ મીડિયા પર બની મજાક 1 - image
Image: File Photo

Pakistani Cricketer Mohammad Nawaz Misses Team Bus : પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલના દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ODI World Cup 2023 બાદથી પાકિસ્તાન ટીમનું ખરાબ પ્રદર્શન યથાવત છે. પહેલા ઓસ્ટ્રેલિયામાં તેને ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વિપનો સામનો કરવો પડ્યો ત્યારબાદ ન્યુઝીલેન્ડમાં રમાયેલી 5 મેચની T20I સીરિઝમાં તેને 4-1થી હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન પાકિસ્તાન ટીમના સ્પિન ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝે એક એવી ભૂલ કરી જેના કારણે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી રહી છે.

ચા પીવામાં એટલો મગ્ન થઇ ગયો કે બસ પકડવાનું જ ભૂલી ગયો

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે સીરિઝની અંતિમ મેચ ક્રાઈસ્ટચર્ચમાં  રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમે 42 રને જીત મેળવી હતી. આ મેચ પછી પાકિસ્તાની ટીમ થોડા સમય માટે સ્ટેડિયમમાં રોકાઈ અને ત્યારબાદ બસમાં સવાર થઈને હોટલ માટે નીકળી ગઈ હતી. પરંતુ અહીં મોહમ્મદ નવાઝથી એક ભૂલ થઇ હતી. તે ચા બનાવવા અને પીવામાં એટલો ખોવાઈ ગયો કે તે બસ પકડવાનું ભૂલી ગયો હતો. ટીમની બસ રવાના થઇ ગઈ અને તે સ્ટેડિયમમાં જ રહી ગયો હતો.

બસને લઈને પરેશાન દેખાયો મોહમ્મદ નવાઝ

મોહમ્મદ નવાઝને જ્યાર સુધી આ વિશે જાણ થઇ ત્યાર સુધી બસ રવાના થઇ ગઈ હતી. ત્યારબાદ તેણે પોતાના સાથી ખેલાડીઓને ફોન કરીને બસ રોકવા કહ્યું હતું. આ દરમિયાન જયારે મોહમ્મદ નવાઝ બસ માટે પરેશાન થઇમ રહ્યો હતો ત્યારે તેનો કોઈએ વીડિયો બનાવી લીધો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

VIDEO | 'ચા' ના ચક્કરમાં પાકિસ્તાની ખેલાડીની સોશિયલ મીડિયા પર બની મજાક 2 - image


Google NewsGoogle News