પાકિસ્તાની ક્રિકેટરે જય શ્રી રામ લખીને પોસ્ટ કર્યો વીડિયો, દક્ષિણ આફ્રિકાથી પણ રામ મંદિર માટે સંદેશ
દેશભરથી લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે
રામ મંદિરની પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરો પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે
Ram Mandir Pran Pratishtha: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ટૂંક સમયમાં શરુ થશે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા દેશભરથી લોકો અયોધ્યા પહોંચ્યા છે. અહીં ફિલ્મ, ઉદ્યોગ અને રમતગમત જગતની અનેક હસ્તીને આમંત્રણ અપાયું છે.
પાકિસ્તાની ક્રિકેટરે કર્યો વીડિયો પોસ્ટ
પાકિસ્તાની હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં લોકો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ખુશી માનવતા જોવા મળે છે. જેમાં બેકગ્રાઉન્ડમાં ભગવાન રામના ભજન સંભળાય છે, આતશબાજી થઇ રહી છે. તેમજ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા પણ જોવા મળી રહ્યા છે. લોકો તેમનું સન્માન પણ કરી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરતા તેમને જય શ્રી રામ પણ લખ્યું હતું.
ક્રિકેટર કેશવ મહારાજનો વીડિયો વાયરલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેશવ મહારાજ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શુભકામના આપી રહ્યો છે.
ક્રિકેટરોને પણ આપવામાં આવ્યું છે આમંત્રણ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા ભારતીય ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.