Get The App

ફરી પાકિસ્તાન ક્રિકેટ ટીમની થઈ ફજેતી, ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્વાગત માટે આવ્યું નહીં, સામાન જાતે ઊંચકવો પડ્યો

પાકિસ્તાનની ટીમ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચી છે

જેમાં સિડની એરપોર્ટ પર ટીમનું સ્વાગત ન થયું અને સોશિયલ મીડિયા પર બન્યા મીમ્સ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
ફરી પાકિસ્તાન ક્રિકેટ ટીમની થઈ ફજેતી, ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્વાગત માટે આવ્યું નહીં, સામાન જાતે ઊંચકવો પડ્યો 1 - image


PAK vs AUS: પાકિસ્તાન ક્રિકેટ ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. સિડની એરપોર્ટ પર પહોંચતા જ પાકિસ્તાની એમ્બેસી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો કોઈ અધિકારી પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓને આવકારવા આવ્યો ન હતો અને તેઓએ પોતે જ પોતાનો સામાન ટ્રકમાં ચઢાવવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક તેમનું સમર્થન કરી રહ્યા છે.

પાકિસ્તાની ટીમની ઓસ્ટ્રેલીયામાં ફજેતી

14 ડિસેમ્બરથી શરુ થતી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં 14 થી 18 ડિસેમ્બર દરમિયાન રમાશે. જયારે બીજી ટેસ્ટ મેચ પાકિસ્તાને 26 થી 30 ડિસેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમવાની છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં નવા વર્ષે એટલે કે 3 થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન રમાશે. આ દરમ્યાન પાકિસ્તાની ટીમ સિડની પહોંચતા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચતા જ એરપોર્ટ પર પોતાનો સામાન ટ્રકમાં લોડ કરી  રહ્યા છે.

સોશિયલ મીડિયા પર થયો વિડીયો વાઈરલ 

પાકિસ્તાની ટીમ દ્વારા પોતાનો સામાન જાતે જ લોડ કરવાનો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે પાકિસ્તાની ક્રિકેટરોની ફ્લાઈટ ઓસ્ટ્રેલિયા આવી ત્યારે પાકિસ્તાની એમ્બેસી અથવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કોઈ અધિકારી એરપોર્ટ પર કેમ હાજર ન હતા. પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં 1999 થી 2019 સુધી સતત 14 ટેસ્ટ મેચ હારી છે. મુલાકાતી ટીમ કોઈપણ દેશમાં સતત સૌથી વધુ ટેસ્ટ મેચ હારવાનો આ શરમજનક રેકોર્ડ છે. આ સિવાય વર્ષ 1999માં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 3-0 થી હરાવ્યું હતું. આ પછી ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 2004માં 3-0 થી, 2009માં 3-0 થી, 2016માં ફરી 3-0 થી અને 2019માં ફરી 2-0 થી હરાવ્યું હતું.

ફરી પાકિસ્તાન ક્રિકેટ ટીમની થઈ ફજેતી, ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્વાગત માટે આવ્યું નહીં, સામાન જાતે ઊંચકવો પડ્યો 2 - image



Google NewsGoogle News