'ભારતીય ખેલાડીઓ સાથે બહુ મિત્રતાની જરૂર નથી', પાકિસ્તાની ટીમને દિગ્ગજ ક્રિકેટરની સલાહ
Moin Khan : 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ યોજાશે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોઈન ખાને પાકિસ્તાની ખેલાડીઓને આગ્રહ કર્યો છે કે, આગામી સમયમાં ભારત સામેની મેચમાં ભારતીય ખેલાડીઓ સાથે તેમણે બહુ મિત્રતા ન રાખવી જોઈએ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ મોહમ્મદ રિઝવાન કરશે. જો કે, હજુ સુધી પાકિસ્તાની ક્રિકટ ટીમની જાહેરાત કરવામાં નથી આવી.
શું કહ્યું મોઈન ખાને?
મોઈને કહ્યું હતું કે, 'જયારે હું હાલના દિવસોમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ જોઉં છું ત્યારે મને એ સમજાતું નથી કે, જેવા જ ભારતીય ખેલાડીઓ ક્રીઝ પર આવે છે ત્યારે આપણા ખેલાડીઓ તેમનું બેટ જુએ છે અને તેને થપથપાવે છે અને મૈત્રીપૂર્ણ વાતો કરે છે. આ વિપક્ષી ખેલાડીઓને સન્માન આપવાની વિરુધ છે. તેમની સાથે હદ કરતા વધુ મિત્રતા રાખવી યોગ્ય નથી. અમારા સિનિયર ખેલાડીઓ અમને જણાવતા હતા કે, ભારત સામે મેચ રમતી વખતે કોઈ ફરિયાદ ન કરવી અને મેદાન પર કોઈ તેમની સાથે વધુ વાતચીત પણ ન કરે. તમે જયારે તેમની સાથે મિત્રતા કરો છો ત્યારે તે તમારી આ કમજોરી સમજી લે છે. આજકાલ ભારત સામે રમતી વખતે આપણા ખેલાડીઓનું વર્તન મારી સમજની બહાર છે.'
9 ફેબ્રુઆરીથી શરુ થશે ચેમ્પિયન્સ ટ્રોફી
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રમવાની છે. જે પાકિસ્તાનના ત્રણ સ્થળો અને દુબઈમાં યોજાશે. ચેમ્પિયન્સ ટ્રોફીની આ બધી 15 મેચ 4 સ્થળોએ રમાશે. આમાંથી 3 સ્થળો પાકિસ્તાનમાં હશે જ્યારે એક સ્થળ દુબઈમાં હશે. ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં જ રમશે. જો ભારતીય ટીમ ક્વોલિફાય થાય છે, તો ફાઇનલ પણ દુબઈમાં યોજાશે. નહિંતર ટાઇટલ મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે.