Get The App

તમે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યા?', યુવકે પૂછ્યો સવાલ તો સૂર્યકુમારે આપ્યો આવો જવાબ, વીડિયો વાયરલ

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
તમે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યા?', યુવકે પૂછ્યો સવાલ તો સૂર્યકુમારે આપ્યો આવો જવાબ, વીડિયો વાયરલ 1 - image


Suryakumar Yadav : ભારતીય  ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ચાર T20 મેચોની સીરિઝ રમી રહી છે. સીરિઝની બે મેચ રમાઈ છે અને હાલમાં સીરિઝ 1-1થી બરાબર છે. ભારતીય ટીમે પહેલી મેચમાં 61 રને ધમાકેદાર જીત મેળવી હતી. આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમે વાપસી કરી અને બીજી મેચ 3 વિકેટે જીતી લીધી. બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 13 નવેમ્બરે સેન્ચુરિયન સુપર સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સીરિઝમાં લીડ લેવા ઈચ્છશે. જ્યારે સૂર્યકુમાર યાદવ મેચની બહાર ફરી રહ્યો હતો. ત્યારે એક પાકિસ્તાની ચાહકોએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ પાકિસ્તાન ન આવવા પર સવાલ પૂછ્યો હતો.



આ પણ વાંચો : મને એવી ટીમ જોઈએ જ્યાં સ્વતંત્રતા મળે, માહોલ સારો હોય: LSG છોડ્યા બાદ K L રાહુલે તોડ્યું મૌન

સૂર્યએ આપ્યો શાનદાર જવાબ 

સૂર્યકુમાર યાદવ પાકિસ્તાની ચાહકોને મળ્યા હતા. ત્યારે એક પાકિસ્તાની ચાહકે સૂર્યને પૂછ્યું કે, મને એક વાત કહી શકો કે, તમે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યા? તેનો જવાબ આપતાં સૂર્યકુમાર યાદવે હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે, 'એ મારા હાથમાં થોડું છે....' અને આ વાત પર હસવા લાગે છે. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સૂર્યાની સાથે તેમની ટીમના સાથી રિંકુ સિંહ પણ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડ જેવી જ ભૂલ ઑસ્ટ્રેલિયા સામે કરવા જઈ રહી છે ટીમ ઈન્ડિયા: ગાવસ્કરની ચેતવણી

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય

BCCIએ ચેમ્પિયંસ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. ICCએ આ નિર્ણય અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણકારી આપી છે. એ પછી જ ચેમ્પિયન્સ ટ્રોફીનો મામલો ગુંચવાયો છે. ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર યોજવામાં આવી શકે છે, કારણ કે ભારતીય ટીમ વગર ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવી મુશ્કેલ લાગે છે. જ્યારે PCB હાઇબ્રિડ મોડલનો ઇનકાર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જો PCB મોટું પગલું ઉઠાવે છે અને ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરે છે તો દક્ષિણ આફ્રિકાને ચેમ્પિયંસ ટ્રોફીની યજમાની મળી શકે છે.


Google NewsGoogle News