Get The App

પાકિસ્તાન T20 વર્લ્ડકપમાંથી થઈ શકે છે બહાર, અમેરિકા સામે હાર્યા બાદ તોળાતું સંકટ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન T20 વર્લ્ડકપમાંથી થઈ શકે છે બહાર, અમેરિકા સામે હાર્યા બાદ તોળાતું સંકટ 1 - image


T20 WORLD CUP USA vs PAK: અમેરિકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2024 ના સૌથી મોટા અપસેટમાં USAની ટીમે પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. પાકિસ્તાન સામે કોઈપણ ફોર્મેટમાં અમેરિકાની આ પ્રથમ જીત છે. 

મેચ પહેલા કોઈએ ધાર્યું નહીં હોય કે અમેરિકા આટલી મજબૂત ટક્કર આપશે અને મેચ સુપર ઓવરમાં લઈ જઈને જીતી જશે. જો કે પાકિસ્તાનની આ હાર સાથે અમેરિકાએ ગ્રુપ Aમાં પોઈન્ટ ટેબલનું સમગ્ર સમીકરણ બદલી નાખ્યું છે. 

અમેરિકાની આ જીત બાદ પાકિસ્તાન પર ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાનો ખતરો છે. આ ઉપરાંત અમેરિકાના આ અપસેટ બાદ ભારતને પણ પોઈન્ટ ટેબલમાં નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકા પણ 20 ઓવરમાં 159 રન બનાવી શકતા ટાઈ પડી હતી અને મેચ સુપર ઓવરમાં ગઈ હતી.

સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ 18 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને મેચ જીતવા માટે 19 રન બનાવવાના હતા, પરંતુ પાકિસ્તાન માત્ર 13 રન બનાવી શક્યું હતું અને સુપર ઓવરમાં મેચ હારી ગયું હતું. 

હવે અમેરિકા પાસે સુપર-8 સ્ટેજમાં ક્વોલિફાય કરવાની બહુ મોટી તક ઊભી થઈ ગઈ છે. અમેરિકાએ ગ્રુપ સ્ટેજમાં અગાઉ કેનેડાને હરાવી દીધું છે. ત્યાર બાદ પાકિસ્તાનને હરાવતા તેનાં  બે મેચમાં કુલ ચાર પોઈન્ટ થઈ ગયા છે. હજુ તેને ભારત અને આયર્લેન્ડ સામે રમવાનું બાકી છે. 

ભારતને પાછળ છોડ્યું

ભારત હજુ સુધી આ ટુર્નામેન્ટમાં માત્ર એક જ મેચ આયર્લેન્ડ સામે રમ્યું છે જેના કારણે તેનાં બે પોઈન્ટ છે. તો સામે અમેરિકા બે મેચ રમીને બંને જીત્યું છે માટે તેનાં કુલ 4 પોઇન્ટ્સ છે. માટે તે પોઈન્ટ ટેબલમાં હાલ સૌથી ઉપર છે. જો અમેરિકા હવે પછીની પોતાની બંને મેચ જીતી જાય તો તે સુપર-8માં આરામથી પહોંચી શકે. પરંતુ જો અમેરિકા ભારત સામે હારી પણ જાય તો તેની સુપર-8માં પહોંચવાની શક્યતા ઓછી નથી થતી. પાકિસ્તાન પણ જો ભારત સામે હારી જાય તો બંને પાસે પોઈન્ટનાં આધારે સુપર-8માં પહોંચવાની સમાન શક્યતા રહેશે. અમેરિકા લીગ મેચમાં આયર્લેન્ડને મોટા માર્જિનથી હરાવી દે તો તે પોઇન્ટ્સનાં આધારે સુપર-8 માં પહોંચી શકશે.


Google NewsGoogle News