Get The App

VIDEO : પાકિસ્તાનનો ખતરનાક બેટર, એક ઓવરમાં ફટકારી ‘પાંચ ફોર’ છતાં ન જીતી ટીમ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
VIDEO : પાકિસ્તાનનો ખતરનાક બેટર, એક ઓવરમાં ફટકારી ‘પાંચ ફોર’ છતાં ન જીતી ટીમ 1 - image


Champions Cup 2024, Babar Azam: પાકિસ્તાનનો સ્ટાર બેટર બાબર આઝમ સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં જ ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું. હાલમાં બાબર પાકિસ્તાનમાં ઘરેલું ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ કપ 2024માં ભાગ લઇ રહ્યો છે. રવિવારે રમાયેલી આ મેચમાં બાબરે નબળા બોલર સામે રન બનાવ્યા હતા. જેમાં તેણે એક ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે તે અહીંયા પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેની ટીમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

પાકિસ્તાનની ઘરેલું ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ કપ 2024ની 12 સપ્ટેમ્બરથી શરૂઆત થઇ ચૂકી છે. 15 સપ્ટેમ્બરના રોજ સ્ટેલિયન્સ અને માર્કહોર્સ વચ્ચે મેચ યોજાયી હતી. સ્ટેલિયન્સ તરફથી રમતા બાબર આઝમે યુવા ખેલાડી શાહનવાજ દહાની સામે સારો દેખાવ કરતા તેની ઓવરના પહેલો ડોટ બોલ રહ્યો હતો, પરંતુ પછીના 5 બોલ પર બાબરે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે બાબર લાંબી ઇનિંગ રમી શકયો ન હતો. તેણે 45 બોલમાં 45 રન બનાવ્યા હતા. 

આ પણ વાંચો: ચેમ્પિયન્સ્સ્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં તે BCCI નક્કી નહીં કરે તો કોણ કરશે?

આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી માર્કહોર્સની ટીમ સલમાન આગા અને ઇફ્તિખાર અહમદની અડધી સદીની ઇનિંગના આધારે 45 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા, ઇફ્તિખારે 66 બોલ પર 60 રણ બનાવ્યા હતા. જયારે સલમાને 72 બોલ રમીને 51 રનની ઇનિંગ રમી હતી. લક્ષ્યનો પીછો કરતી બાબરની સ્ટેલિયન્સ ટીમ 23.4 ઓવરમાં 105 રનમાં સમેટાઈ ગઈ હતી. બાબર સિવાય શાન મસુદે 21 બોલમાં 19 રન બનાવ્યા હતા.

હાલમાં બાબર પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સૌથી નબળું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે રમેલી છેલ્લી 10 આંતરરાષ્ટ્રીય મેચમાં એક પણ અડધી સદી કરી શકયો નથી. તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં 4 ઇનિંગમાં માત્ર 64 રન જ કર્યા હતા. આ સિવાય T20 વર્લ્ડકપ 2024માં પણ તે કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો.


Google NewsGoogle News