World Cup 2023 : જીતેગા ભાઈ જીતેગા, પાકિસ્તાન જીતેગા', ભારતના લોકોએ પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યા નારા, વીડિયો થયો વાયરલ

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : જીતેગા ભાઈ જીતેગા, પાકિસ્તાન જીતેગા', ભારતના લોકોએ પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યા નારા, વીડિયો થયો વાયરલ 1 - image
Image:IANS

PAK vs SL : પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે ODI World Cup 2023માં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. મેચ દરમિયાન કંઇક એવું થયું જેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ભારતમાં ગઈકાલે પાકિસ્તાનના સમર્થન(Indians Supporting Pakistan Team)માં નારા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

હૈદરાબાદમાં પાકિસ્તાનના સમર્થનમાં લાગ્યા નારા

પાકિસ્તાન ક્રિકેટ ટીમ શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરી રહી હતી. આ દરમિયાન મેદાન પર 'જીતેગા ભાઈ જીતેગા પાકિસ્તાન જીતેગા'ના નારા લગાવવામાં આવ્યા હતા. આ નારા એટલા માટે લગાવવામાં આવ્યા હતા કારણ કે પાકિસ્તાનથી કોઈ પણ પાકિસ્તાની સમર્થક મેચ જોવા આવ્યો ન હતો. કારણ કે ભારત સરકારે પાકિસ્તાનના કોઈપણ વ્યક્તિના વિઝા જારી કર્યા નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા લોકો ભારતીય હતા તે નિશ્ચિત છે.

પાકિસ્તાન ટીમે હૈદરાબાદના લોકોનો માન્યો આભાર 

મેચ જીત્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને મેચ દરમિયાન તેમને સપોર્ટ કરવા બદલ હૈદરાબાદના લોકોનો આભાર માન્યો હતો અને પાકિસ્તાન ટીમે હૈદરાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટાફને પાકિસ્તાન ટીમની જર્સી આપી તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. જો કે હૈદરાબાદમાં ભારતીય લોકો દ્વારા પાકિસ્તાનના સમર્થનમાં લગાવવામાં આવેલા નારાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 

World Cup 2023 : જીતેગા ભાઈ જીતેગા, પાકિસ્તાન જીતેગા', ભારતના લોકોએ પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યા નારા, વીડિયો થયો વાયરલ 2 - image


Google NewsGoogle News