World Cup 2023 : પાકિસ્તાન માટે આજે 'કરો યા મરો' જેવી સ્થિતિ, સાઉથ આફ્રિકા સામે ચેન્નઈમાં થશે ટક્કર

પાકિસ્તાન છેલ્લા 24 વર્ષથી ODI કે T20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા સામે હાર્યું નથી

પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા બીજા જ્યારે પાકિસ્તાન છઠ્ઠા સ્થાને છે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : પાકિસ્તાન માટે આજે 'કરો યા મરો' જેવી સ્થિતિ, સાઉથ આફ્રિકા સામે ચેન્નઈમાં થશે ટક્કર 1 - image


Pakistan vs South Africa World Cup 2023 : આજે વર્લ્ડ કપ 2023ની 26મી મેચ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચેન્નાઈના ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium)માં બપોરે 2 વાગ્યાથી રમાશે. પાકિસ્તાનની ટીમને વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે આજે સાઉથ આફ્રિકા સામે કોઈપણ ભોગે મેચ જીતવી પડશે. 

પાકિસ્તાન છેલ્લા 24 વર્ષથી વનડે કે T20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા સામે હાર્યું નથી

વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકાની ટીમ પાંચ મેચમાં 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન (second position) પર છે જ્યારે પાકિસ્તાનની ટીમ સતત ત્રણ મેચ હારીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને (sixth position) છે. સૌથી મહત્વની વાત એ છે કે 1999ના વનડે વર્લ્ડ કપ બાદ ODI વર્લ્ડ કપ હોય કે પછી T20 વર્લ્ડ કપ હોય સાઉથ આફ્રિકાની ટીમ પાકિસ્તાન સામે જીતવામાં સફળ રહી નથી એટલે કે છેલ્લા 24 વર્ષથી પાકિસ્તાને વનડે અને T20 વર્લ્ડ કપ બંનેમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. બને ટીમો વચ્ચે 82 વનડે મેચ રમાઈ છે જેમાં સાઉથ આફ્રિકાએ 51 અને પાકિસ્તાને 30માં જીત મેળવી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. વનડે વર્લ્ડ કપમાં બને ટીમો વચ્ચે 5 મેચ રમાઈ છે જેમાં સાઉથ આફ્રિકાએ  3 અને પાકિસ્તાને 2 મેચ જીતી છે.

ટેમ્બા બાવુમા આજની મેચ રમી શકે 

સાઉથ આફ્રિકાના રેગ્યુલર કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bavuma) બીમારીના કારણે છેલ્લી બે મેચ રમી શક્યો નહોતો. હવે તેના સ્વસ્થ થવાના અહેવાલો મળી રહ્યા છે, તેથી તે આજની મેચમાં રીઝા હેન્ડ્રિક્સનું સ્થાન લઈ શકે છે. હેન્ડ્રીક્સે 2 મેચમાં એક ફિફ્ટી ફટકારી છે.

કેવી છે ચેપોકની પીચ

ચેપોકના એમ.એ ચિદમ્બર સ્ટેડિયમની પીચ હંમેશા સ્પિનરો માટે મદદરૂપ (helpful for spinners) રહી છે, અહીં સાંજના સમય બાદ ઝાકળને કારણે બેટિંગ પણ સરળ બની જાય છે. છેલ્લી મેચમાં અફઘાનિસ્તાને અહીં પાકિસ્તાન સામે 282 રનનો ટ્રાગેટ ચેઝ કર્યો હતો. આ સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું વધુ પસંદ કરી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

પાકિસ્તાન

અબ્દુલ્લા શફીક, ઇમામ-ઉલ-હક/ફખાર ઝમાન, બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન (wk), સઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ.

સાઉથ આફ્રિકા

ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (C), રાસી વાન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી.

World Cup 2023 : પાકિસ્તાન માટે આજે 'કરો યા મરો' જેવી સ્થિતિ, સાઉથ આફ્રિકા સામે ચેન્નઈમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News