Get The App

કેપટાઉન વનડેમાં બબાલ: ક્લાસેન સાથે બાખડ્યો રિઝવાન, બાબર આઝમ-અમ્પાયરે સમજાવ્યા

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
કેપટાઉન વનડેમાં બબાલ: ક્લાસેન સાથે બાખડ્યો રિઝવાન, બાબર આઝમ-અમ્પાયરે સમજાવ્યા 1 - image

Mohammad Rizwan & Haris Rauf clash with Heinrich klaasen : પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ કેપટાઉન ખાતે રમાઈ હતી. પાકિસ્તાને આ મેચ 81 રને જીતીને સીરિઝમાં 2-0ની અજેય સરેરાશ મેળવી લીધી છે. આ મેચ દરમિયાન બબાલ પણ જોવા મળી હતી. હેનરિક ક્લાસેન સાથે મોહમ્મદ રિઝવાન અને હરિસ રઉફેની બબાલ થઇ હતી.

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના દક્ષિણ આફ્રિકાની ઈનિંગની 26મી ઓવરના છેલ્લા બોલ પછી બની હતી. તે બોલ પછી હરિસ રૌફે હેનરિક ક્લાસેનને કંઈક કહ્યું, જેના કારણે ક્લાસેન ગુસ્સે થઇ ગયો હતો. અને ત્યારે અમ્પાયરોએ આ મામલે દરમિયાનગીરી કરી હતી. અમ્પાયરોએ ખેલાડીઓને રમત ચાલુ રાખવા જણાવ્યું હતું. પરંતુ તેમની અવગણના કરવામાં આવી હતી. ત્યારપછી પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાનની અ ઘટનામાં એન્ટ્રી થઇ હતી અને તેણે પન ક્લાસેન સાથે વાતચીત કરી હતી. હેનરિક ક્લાસેન પીછેહઠ કરવાના મૂડમાં ન હતો. પરંતુ અહીં બાબર આઝમની પ્રશંસા કરવી પડે કે જેમણે ખેલાડીઓને શાંત કર્યા હતા.

આ પણ વાંચો : સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગ: સતત 7 બોલમાં બાઉન્ડ્રી, એકસાથે છ રેકૉર્ડ બનાવ્યા

પાકિસ્તાની બેટરો દ. આફ્રિકા સામે ભારે પડ્યા   

આ મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને 329 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દ.આફ્રિકન ટીમ 43.1 ઓવરમાં માત્ર 248 રન બનાવી શકી હતી. પાકિસ્તાન માટે બાબર આઝમ (73), કેપ્ટન મોહમ્મદ રિઝવાન (80), 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ મેળવનાર કામરાન ગુલામે (63) રનની શાનદાર ઇનિંગ રમી હતી. આફ્રિકન ટીમ તરફથી ક્વેના માફાકાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે માર્કો જેન્સેનને 3 સફળતા મળી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકા માટે સ્ટાર બેટર હેનરિક ક્લાસને 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 4 અને નસીમ શાહે 3 વિકેટ ઝડપી હતી. કેપટાઉન વનડેમાં બબાલ: ક્લાસેન સાથે બાખડ્યો રિઝવાન, બાબર આઝમ-અમ્પાયરે સમજાવ્યા 2 - image



Google NewsGoogle News