World Cup 2023 : રાસી વાન ડેર ડુસેન આઉટ વિવાદ પર ICCએ આપ્યું સ્પષ્ટીકરણ, કહ્યું- ભૂલથી થયું આવું

સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં 1 વિકેટથી હરાવ્યું હતું

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : રાસી વાન ડેર ડુસેન આઉટ વિવાદ પર ICCએ આપ્યું સ્પષ્ટીકરણ, કહ્યું- ભૂલથી થયું આવું 1 - image
Image:Social Media

World Cup SA vs PAK DRS Controversy : સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ખુબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ દિલધડક મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને અંતિમ ક્ષણમાં 1 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન અમ્પાયર્સના નિર્ણય પર કેટલાંક પ્રશ્નો ઉભા થયા હતા. સાઉથ આફ્રિકા(Rassie van der Dussen DRS Controversy)ના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેનના આઉટ થવા પર હોબાળો મચી ગયો હતો.

બે વખત બતાવવામાં આવ્યા ગ્રાફિક્સ

સાઉથ આફ્રિકાના ઇનિંગની 19મી ઓવર દરમિયાન પાકિસ્તાનના સ્પિનર ઉસામા મીરની પાંચમી બોલ પર રાસી વાન ડેર ડુસેનને ફિલ્ડ અમ્પાયરે LBW આઉટ આપ્યો હતો. ડુસેને તરત જ DRS લઇ લીધો હતો. ત્યારબાદ સૌ પ્રથમ જે બોલ ટ્રેકિંગ દેખાડવામાં આવી તેમાં બોલ વિકેટ્સને મિસ કરી રહી હતી. જો કે તે બોલ ટ્રેકિંગને તરત જ હટાવી દેવામાં આવી હતી.તે પછી તરત જ બીજી બોલ ટ્રેકિંગ બતાવવામાં આવી હતી જેમાં ઈમ્પેક્ટ અને હિટિંગ બંને અમ્પાયર્સ કોલ દેખાડવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને માન્ય રાખી રાસીને આઉટ આપવામાં આવ્યો હતો.

ICCએ આપ્યું સ્પષ્ટીકરણ 

ICCએ આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે. તેણે કહ્યું કે બોલ ટ્રેકિંગનો પ્રથમ ગ્રાફ ભૂલથી બતાવવામાં આવ્યો હતો, જેમાં બોલ સ્ટમ્પને મિસ કરી રહી હતી. ICCના એક પ્રવક્તાએ કહ્યું, 'સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન રાસી વાન ડેર ડુસેનના LBW રિવ્યુ દરમિયાન ભૂલથી એક અધૂરું ગ્રાફિક્સ ડિસ્પ્લે થઇ ગયું હતું. સંપૂર્ણ વિવરણ સાથે ગ્રાફિક્સ ફરીથી બતાવવામાં આવ્યું હતું.

World Cup 2023 : રાસી વાન ડેર ડુસેન આઉટ વિવાદ પર ICCએ આપ્યું સ્પષ્ટીકરણ, કહ્યું- ભૂલથી થયું આવું 2 - image


Google NewsGoogle News