Get The App

World Cup 2023 : આજે ઈંગ્લીશ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ કરવા જીત જરુરી, પાકિસ્તાન સામે થશે ટક્કર

ઇંગ્લેન્ડ અને પાકિસ્તન વચ્ચે ODI World Cupમાં 10 મેચ રમાઈ છે

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે ઈંગ્લીશ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ કરવા જીત જરુરી, પાકિસ્તાન સામે થશે ટક્કર 1 - image


World Cup 2023 ENG vs PAK : ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે ODI World Cup 2023ની 44મી મેચ રમાનાર છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં બપોરે 2:00 વાગ્યે રમાશે. બંને ટીમો માટે આ મેચ ખુબ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનની ટીમ આ મેચમાં ખુબ મોટા અંતરથી જીત નોંધાવીને સેમિફાઇનલમાં પ્રવેશવાની ઉમ્મીદ સાથે મેદાનમાં ઉતરશે. જયારે ઈંગ્લેન્ડ આ મેચ જીતીને ICC Champions Trophy 2025 માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈડન ગાર્ડનના મેદાનમાં ઉતરશે.

પોઈન્ટ્સ ટેબલ પર પાંચમાં સ્થાને પાકિસ્તાન

પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર 5માં સ્થાને છે. પાકિસ્તાનને ODI World Cup 2023ના અંતિમ ચારમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડને ઓછામાં ઓછા 287 રનથી હરાવવું પડશે. જો પાકિસ્તાનની ટીમ ચેઝ કરે છે તો આવી સ્થિતિમાં તેણે ઇંગ્લેન્ડથી મળેલા ટાર્ગેટને 3.4 ઓવરની અંદર હાંસલ કરવું પડશે. આ બંને સ્થિતિ અસંભવ લાગી રહી છે. જો પાકિસ્તાન આજે સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ થઇ જાય છે તો આ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.

વર્લ્ડ કપમાં 10 વખત થઇ છે ટક્કર

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વનડેમાં અત્યાર સુધી 91 મેચ રમાઈ છે. જેમાં ઇંગ્લેન્ડે 56 જીતી છે જયારે પાકિસ્તાને 32 મેચ જીતી છે. આ ઉપરાંત 3 મેચનું પરિણામ આવ્યું ન હતું. ઇંગ્લેન્ડ અને પાકિસ્તન વચ્ચે ODI World Cupમાં 10 મેચ રમાઈ છે. જેમાં ઇંગ્લેન્ડ 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે જયારે પાકિસ્તાન 5 મેચ જીત્યું છે અને 1 મેચનું પરિણામ આવી શક્યું ન હતું.

ઈડન ગાર્ડનની પિચ સ્પિનર્સ માટે વધુ અનુકુળ

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાનાર છે. કોલકાતાની પિચ પર બેટ્સમેનોને વધુ મદદ મળે છે. પરંતુ આ વખતે આ પિચ પર સ્પિનર્સ કમાલ કરી રહ્યા છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં ઈડન ગાર્ડનની પિચ પર આજે પણ સ્પિનર્સને મદદ મળી શકે છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ઇંગ્લેન્ડ

જોસ બટલર (C/wkt), જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, ગસ એટકિન્સન

પાકિસ્તાન

બાબર આઝમ (C), ફખર ઝમાન, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (wkt), સઉદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, ઉસામા મીર/હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ

World Cup 2023 : આજે ઈંગ્લીશ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ કરવા જીત જરુરી, પાકિસ્તાન સામે થશે ટક્કર 2 - image


Google NewsGoogle News