VIDEO: પાકિસ્તાની ક્રિકેટર પર ગુસ્સે થયો શાકિબ, ચાલુ મેચમાં એવી હરકત કરી કે અમ્પાયરે એક્શન લીધા

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Shakib Al Hasan


PAK vs BAN : પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગ દરમિયાન એક એવી ઘટના સામે આવી જેણે જેન્ટલમેનની રમત પર સવાલો ઊભા કર્યા છે. આ મેચના છેલ્લા એટલે કે 5માં દિવસે ઘણી તણાવપૂર્ણ અને નાટકીય સ્થિતિ જોવા મળી હતી. રમતના છેલ્લા દિવસે લંચ પહેલા, બાંગ્લાદેશના અનુભવી ઑલરાઉન્ડર શાકિબ અલ હસને ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં પાકિસ્તાની ખેલાડી પર શાકિબ અલ હસન ગુસ્સે ભરાયો હતો. આ દરમિયાન શાકિબ અલ હસને બેટિંગ કરી રહેલા મોહમ્મદ રિઝવાન તરફ બોલ ફેંક્યો ત્યારે કદાચ તેને વાગ્યો હતો, પરંતુ કોઈ નુકસાન થયું ન હતું. આ પછી અમ્પાયરને એક્શન લેવા પડ્યા હતા.

શાકિબ અલ હસને રિઝવાનને માર્યો બોલ?

શાકિબ અલ હસન આ મેચની બીજી ઇનિંગની 33મી ઓવરમાં બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો ત્યારે બેટિંગ કરી રહેલો મોહમ્મદ રિઝવાન પાછો હટી ગયો. આ દરમિયાન શાકિબ અલ હસને અણધારી રીતે બોલ સીધો તેના કીપર લિટન દાસ તરફ ફેંક્યો, જે કદાચ રિઝવાનના માથામાં વાગ્યો હતો. આમ રિઝવાન બેટિંગ કરવા માટે પૂરી રીતે તૈયાર ન હતો, તેવામાં શાકિબ અલ હસને બોલિંગ કરતાં નારાજ થયો હતો. રિઝવાન અચાનક હટી જવાથી શાકિબે આવું કર્યું હતું. આમ જો બેટ્સમેન તૈયાન ન હોય તો બોલરે ઊભું રહી જાવું જોઈએ.

આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઈતિહાસમાં પહેલીવાર ખરાબ દિવસ જોવા પડ્યો, બાંગ્લાદેશે 10 વિકેટે કચડ્યું

શાકિબ અલ હસને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ માટે અડધી સદી ફટકારી

શાકિબ અલ હસને આ રીતે કરવાથી અમ્પાયર રિચર્ડ કેટલબરોએ આનો વિરોધ કર્યો હતો અને શાકિબ અલ હસનને કડક ચેતવણી આપી હતી. અમ્પાયરે કહ્યું કે, મેદાન પર આ રીતનું વર્તન સહન કરવામાં આવશે નહીં. આ દરમિયાન અમ્પાયરની ચેતવણી પછી શાકિબ અલ હસને હાથ પર કરીને કદાચ માફી માંગી હતી, પરંતુ અમ્પાયરે શાકિબ અલ હસનને થોડી ધીરજ રાખવા જણાવ્યું હતું. બીજી ઈનિંગમાં શાકિબ અલ હસને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ માટે અડધી સદી ફટકારી 80 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યાં હતા.

VIDEO: પાકિસ્તાની ક્રિકેટર પર ગુસ્સે થયો શાકિબ, ચાલુ મેચમાં એવી હરકત કરી કે અમ્પાયરે એક્શન લીધા 2 - image


Google NewsGoogle News