World Cup 2023 : આજે પાકિસ્તાનને જીતવુ જરુરી, બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડનમાં થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ-11
પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર 7મા જયારે બાંગ્લાદેશ 9મા સ્થાને છે
World Cup 2023 PAK vs BAN : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 31મી મેચ રમાનાર છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે. બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન માટે આ મેદાન હોમ ગ્રાઉન્ડ જેવું છે. આ બંને ટીમો માટે આ World Cup કઈ ખાસ નથી રહ્યું. પરંતુ બંને ટીમો તેની બાકીની મેચ જીતીને પોતાના પ્રદર્શનમાં સુધારો કરી શકે છે. જો કે આ બંને ટીમો સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઇ ચુકી છે.
પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત
પાકિસ્તાન ટીમની સેમિફાઈનલમાં પહોંચવી બાંગ્લાદેશ કરતા વધુ તક છે. જો આ બંને ટીમો તેમની બાકીની 3 મેચ જીતશે તો જ તેમને સેમિફાઇનલમાં પહોંચવાની તક મળશે. બાંગ્લાદેશ માટે સેમિફાઇનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે, પરંતુ જો તે તેની બાકીની મેચો જીતી જશે તો તે 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ જશે. આ ઉપરાંત જો પાકિસ્તાન બાકીની મેચો જીતી લે છે, તો તેની સેમિફાઇનલમાં જવાની સંભાવના છે.
બંને ટીમો વચ્ચે કુલ 38 વનડે મેચ રમાઈ
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી કુલ 38 વનડે મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને 33 મેચ જીતી છે જયારે બાંગ્લાદેશે 5 મેચમાં જીત મેળવી છે. ODI World Cupના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે 2 વખત ટક્કર થઇ છે. જેમાં એક વખત પાકિસ્તાન અને એક વખત બાંગ્લાદેશ જીતી છે. બાંગ્લાદેશે પાકિસ્તાનને છેલ્લે ODI World Cup 1999માં હરાવ્યું હતું. જયારે પાકિસ્તાને બાંગ્લાદેશને ODI World Cup 2019માં હરાવ્યું હતું.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
પાકિસ્તાન
બાબર આઝમ (C), અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન (wkt), સઉદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ
બાંગ્લાદેશ
શાકિબ અલ હસન (C), તન્ઝીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, મુશ્ફિકુર રહીમ (wkt), મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, મહેદી હસન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ