PAK vs AUS: ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે રચ્યો ઈતિહાસ, વોટસન અને હાડિનના 12 વર્ષ જુના રેકોર્ડને પણ તોડ્યો

વોર્નરે 124 બોલમાં 163 રન બનાવ્યા હતા. જેમા તેણે 14 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.

વોર્નરે તેના વનડે કરિયરમાં 21મી સદી ફટકારી અને માર્શે તેની બીજી સદી ફટકારી હતી

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
PAK vs AUS: ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે રચ્યો ઈતિહાસ, વોટસન અને હાડિનના 12 વર્ષ જુના રેકોર્ડને પણ તોડ્યો 1 - image
Image Twitter 

તા. 20 ઓક્ટોબર 2023, શુક્રવાર

Pak vs Aus: વોર્નરે (david warner) તેના વનડે કરિયરમાં 21મી સદી ફટકારી તો માર્શે ( mitchell marsh) તેની બીજી સદી ફટકારી હતી, બંને બેટ્સમેનોએ મેદાનની ચારે બાજુ શોટ ફટકાર્યા અને પાકિસ્તાની ખેલાડીઓને પરેસેવે નવડાવ્યા હતા.

બન્નેએ પહેલી વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી

world cup 2023 : વિશ્વ કપની 18મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમ ( Australia and Pakistan Team) આમને-સામને થઈ હતી. બેગ્લોરના એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય એ વખતે ખોટો સાબિત થયો જ્યારે તે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન મિચેલ  માર્શ અને ડેવિડ વોર્નરે સદી ફટકારી હતી. બન્નેએ સાથે મળીને પાકિસ્તાની બોલરોના ઘજિયા ઉડાવી દીધા હતા. બન્નેએ પહેલી વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી. વોર્નરે 124 બોલમાં 163 રન બનાવ્યા હતા. જેમા તેણે 14 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. તો માર્શે 108 બોલની 121 રન બનાવ્યા હતા. આ દરમ્યાન 10 ચોગ્ગા અને 9  છગ્ગા ફટકાર્યા હતા. 

વોર્નર અને માર્શે બનાવ્યો નવો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા માટે વિશ્વ કપમાં વોર્નર અને માર્શે પહેલી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી હતી. બન્નેએ મળીને 12 વર્ષ જુના રેકોર્ડને તોડી દીધો હતો. 2011ના  વિશ્વ કપમાં આ જ મેદાન પર શેન વોટશન અને બ્રેડ હાડિને મળીને પહેલી વિકેટ માટે કેનેડા સામે 183 રનની ભાગીદારી કરી હતી. 

પાકિસ્તાન સામે વોર્નરનો સતત ચોથી સદી

ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે સતત ચોથી મેચમાં સદી ફટકારી હતી. તેણે આ પહેલા 2019ના  વર્લ્ડ કપ દરમિયાન ટોન્ટનમાં 107 રનની ઇનિંગ રમી હતી. જેમા તેણે પહેલા 2017 માં એડિલેડમાં 179 અને સિડનીમાં 130 રનની ઇનિંગ રમી હતી.

PAK vs AUS: ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે રચ્યો ઈતિહાસ, વોટસન અને હાડિનના 12 વર્ષ જુના રેકોર્ડને પણ તોડ્યો 2 - image




Google NewsGoogle News