Get The App

ઓરેન્જ કેપ જીતવાથી કંઈ પ્રાપ્ત થતું નથી… KKRની જીત બાદ વિરાટ કોહલી પર સાધવામાં આવ્યું હતુ નિશાન

Updated: May 27th, 2024


Google NewsGoogle News
ઓરેન્જ કેપ જીતવાથી કંઈ પ્રાપ્ત થતું નથી… KKRની જીત બાદ વિરાટ કોહલી પર સાધવામાં આવ્યું હતુ નિશાન 1 - image


IPL 2024: SRH vs KKRની રવિવારની ફાઈનલ સાથે હવે IPL 2024ની પૂર્ણાહુતિ થઈ છે. આ સીઝનમાં વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન છતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ફાઈનલ સુધી પહોંચવાની સોનેરી તક ઝડપી શકી નહિ. એલિમિનેટર મેચમાં હાર સાથે જ RCBની સીઝન પૂર્ણ થઈ હતી પરંતુ સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીઓમાં વિરાટ કોહલી ટોચના ક્રમે રહ્યો હતો.

ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે 10 વર્ષ પછી IPL ટ્રોફી જીતી લીધી છે. IPL 2024ની શરૂઆત પહેલા કોલકાતાએ એક મજબૂત યુનિટ બનાવ્યું હતુ, જેમાં શ્રેષ્ઠ કોચિંગ અને સારા ભારતીય અને વિદેશી ખેલાડીઓ સામેલ હતા. આ પછી તેમને તેમની પ્રતિભા અનુસાર ભૂમિકાઓ આપવામાં આવી અને પછી તમામ ખેલાડીઓ એક ટીમ તરીકે સાથે રમ્યા અને KKR ત્રીજી વખત IPL જીત્યું છે. 

જોકે KKRની જીત બાદ ફરી એકવાર RCB અને વિરાટ કોહલી પર નિશાન સાધવામાં આવ્યું છે અને આ કામ ફરી પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ કર્યું છે. અંબાતી રાયડુએ KKRની જીત બાદ કહ્યું કે ઓરેન્જ કેપ તમને આઈપીએલ નથી જીતાડતી, પરંતુ 300-300 રનનું યોગદાન તમને ચેમ્પિયન બનાવે છે.

રાયડુએ RCB પર કર્યો કટાક્ષ :

સ્ટાર સ્પોર્ટ્સને અંબાતી રાયડુએ કહ્યું, 'KKRને જીત બદલ અભિનંદન. નરેન, રસેલ અને સ્ટાર્ક જેવા ખેલાડીઓએ તેમના માટે શાનદાર પ્રદર્શન કર્યું. આપણે ઘણા લાંબા સમયથી આ જોઈ રહ્યા છીએ કે ઓરેન્જ કેપ તમને આઈપીએલ નથી જીતાડતી, પરંતુ 300-300 રનનું યોગદાન તમને ચેમ્પિયન બનાવે છે. KKR તરફથી વેંકટેશ અય્યરે 370 રનનું યોગદાન આપ્યું હતું. સોલ્ટે 435 રન બનાવ્યા હતા. ઐયરના બેટમાંથી 351 રન આવ્યા હતા જ્યારે બેસ્ટ ઓલરાઉન્ડર તરીકે સુનીલ નારાયણે પણ 488 રન ફટકાર્યા હતા.

આ આંકડાને ટાંકતા અંબાતી રાયડુએ કહ્યું કે વિરાટ કોહલીએ IPLમાં એટલો ઊંચો ધોરણ સ્થાપિત કર્યો છે કે યુવા ખેલાડીઓ પર દબાણ આવ્યું છે. રાયડુના મતે વિરાટના કારણે યુવા ખેલાડીઓ પર વધારાનું દબાણ ઉભી થઈ રહ્યું છે. રાયડુએ કહ્યું કે વિરાટ કોહલીએ તેના જુનિયર ખેલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી બધા મળીને ટીમને જીત અપાવી શકે. વિરાટ કોહલીએ આ સીઝનમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ તો હાંસલ કરી લીધી છે પરંતુ તેની ટીમ ફરી એકવાર IPL જીતવામાં નિષ્ફળ રહી છે.


Google NewsGoogle News