ટેસ્ટમાં બુમરાહને ફક્ત 6 બેટ્સમેન જ છગ્ગા ફટકારી શક્યા, ભલભલા બેટરના પરસેવા છોડાવ્યા
Image: Facebook
Jasprit Bumrah Career: ભારતીય ટીમના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ગણતરી ભારતના શ્રેષ્ઠ ઝડપી બોલર્સમાં થાય છે અને તેણે પોતાના દમ પર ટીમ ઇન્ડિયાને ઘણી વખત મુશ્કેલ સ્થિતિથી બહાર કાઢી છે. ભલે તેની એક્શન જોવામાં થોડી અલગ લાગે પરંતુ તેના બોલને રમવા કોઈ પણ બેટ્સમેન માટે સરળ નથી. તેની પાસે તે આવડત છે કે તે કોઈ પણ બેટિંગ આક્રમણને ધ્વસ્ત કરી શકે છે.
બટલરે બુમરાહ વિરુદ્ધ ટેસ્ટમાં બે સિક્સર ફટકારી
ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહ વિરુદ્ધ અત્યાર સુધી માત્ર 6 ખેલાડી જ સિક્સર ફટકારી શક્યા છે. જેમાં જોસ બટલરે સૌથી વધુ બે સિક્સર ફટકારી છે. મોઈન અલી, એબી ડિવિલિયર્સ, કેમરુન ગ્રીન, નાથન લાયન, આદિલ રાશિદે એક-એક સિક્સર ફટકારી છે. આ 6 પ્લેયર્સ સિવાય વિશ્વના અન્ય બેટ્સમેન બુમરાહ સામે ટેસ્ટમાં સિક્સર ફટકારી શક્યા નથી. વિદેશમાં બુમરાહ ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર સાબિત થાય છે. તેની દિવાનગી આપણે ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચમાં જોઈ ચૂક્યા છીએ. જ્યારે તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ મેળવી હતી.
આ પણ વાંચો: KKR ને મળી ગયો 'કેપ્ટન'! ભારતીય દિગ્ગજ પર દાવ લગાવવાની તૈયારી, દમદાર છે રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં વર્ષ 2018માં કર્યું ડેબ્યુ
જસપ્રીત બુમરાહે વર્ષ 2018માં ટેસ્ટમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું ત્યારથી જ તે ભારતીય ટીમની મહત્ત્વની કડી બનેલો છે. ખાસ વાત એ છે કે માત્ર ટેસ્ટ જ નહીં. તેણે ભારત માટે વનડે અને ટી20માં પણ દમદાર પ્રદર્શન કર્યું છે. વચ્ચે-વચ્ચે તે ઈજાગ્રસ્ત જરૂર થયો પરંતુ પછી તેણે બમણી તાકાતથી વાપસી કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે અત્યાર સુધી કુલ 181 વિકેટ પોતાના નામે કરી છે.
ટી20 વર્લ્ડ કપ જીતાડવામાં નિભાવી મહત્ત્વની ભૂમિકા
ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ ભારતે રોહિત શર્માની કૅપ્ટનશિપમાં જીત્યો હતો. આ ટ્રોફીને અપાવવામાં જસપ્રીત બુમરાહે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ બોલિંગનો નમૂનો રજૂ કર્યો હતો અને 15 વિકેટ મેળવી હતી. આ કારણે તેણે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ ઍવૉર્ડ મળ્યો. ટી20 ઇન્ટરનેશનલમાં તેણે ભારત માટે 149 વિકેટ પોતાના નામે કર્યાં છે. આ સિવાય વનડે ક્રિકેટમાં તેના નામે 149 વિકેટ નોંધાઈ છે.