IPL મેગા ઓક્શનમાં માત્ર 13 વર્ષના ખેલાડીનું પણ નામ, 42 વર્ષનો જેમ્સ એન્ડરસન સૌથી વધુ ઉંમરનો ખેલાડી
Image: Facebook
IPL Mega Auction: બીસીસીઆઈએ આઈપીએલ મેગા ઓક્શનમાં ભાગ લેનાર 574 ખેલાડીઓની લિસ્ટ જારી કરી દીધી છે. જેમાં જે બે નામોએ દરેક ચાહકોને ચોંકાવી દીધા તેમાં પહેલો ક્રિકેટર 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી છે જે ડોમેસ્ટિકમાં સતત રન વરસાવી રહ્યો છે જ્યારે બીજું નામ ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર 42 વર્ષીય જેમ્સ એન્ડરસનનું છે. બંને ખેલાડીઓને 574 ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું છે અને આ બંને તમામ ફ્રેંચાઈઝ માટે ઉપલબ્ધ 204 સ્લોટનો પણ ભાગ બની શકે છે.
વૈભવ સૂર્યવંશી આઈપીએલ ઓક્શનનો સૌથી યુવાન ખેલાડી
13 વર્ષનો વૈભવ સૂર્યવંશી તે સમયે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે પોતાનું આગામી મેગા ઓક્શન માટે રજિસ્ટર કરાવ્યું હતું. જાન્યુઆરી 2024માં તેણે 13 વર્ષની ઉંમરમાં પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. બિહાર માટે રમતાં તેણે રણજી ટ્રોફીના એલીટ ગ્રૂપમાં મુંબઈ વિરુદ્ધ મેચ રમી હતી. જે બાદ સૂર્યવંશીએ અંડર 19 ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ યૂથ ટેસ્ટમાં સદી ફટકારી. આ બેટ્સમેને 62 બોલ પર 104 રનની ઈનિંગ રમી હતી. આ સાથે તે ટેસ્ટ ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવાન બેટ્સમેન બન્યો હતો. તે યૂથ ટેસ્ટ ફોર્મેટમાં બીજો સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. બીસીસીઆઈએ જે લિસ્ટ રિલીઝ કરી છે તેમાં તે 419માં નંબર પર છે અને 68મો સેટ છે.
આ પણ વાંચો: 'મેં તો વિચાર્યું પણ નહોતું કે હું...' ભગવાન પછી આ વ્યક્તિનો આભાર માન્યો તિલક વર્માએ
જેમ્સ એન્ડરસન સૌથી વધુ ઉંમરનો ખેલાડી
42 વર્ષની ઉંમરમાં લેજેન્ડ્રી બોલર જેમ્સ એન્ડરસને પોતાને રજિસ્ટર કરાવ્યો અને સ્લોટની અંદર પણ એન્ટ્રી કરી લીધી છે. તાજેતરમાં જ એન્ડરસને ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધું હતું. દરમિયાન આશા કરવામાં આવી રહી છે કે તેમને કોઈને કોઈ ફ્રેંચાઈઝ જરૂર ખરીદી લેશે. એન્ડરસનની પાસે લાંબુ ફોર્મેટ રમવાનો શાનદાર અનુભવ છે. એન્ડરસનના નામે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 704 વિકેટ છે. તે ઝડપી બોલર્સમાં આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. કુલ લિસ્ટમાં ત્રીજો. તે શેન વોર્નની 708 વિકેટ અને મુથૈયા મુરલીધરનની 800 વિકેટોથી પાછળ છે.
કેપ્ડ/અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા
કેપ્ડ ભારતીય 48
કેપ્ડ વિદેશી 193
એસોસિએટ 3
અનકેપ્ડ ભારતીય 318
અનકેપ્ડ વિદેશી 12
કુલ 574
રિઝર્વ કિંમત
2 કરોડ રૂપિયા 81
1.5 કરોડ રૂપિયા 27
1.25 કરોડ રૂપિયા 18
1 કરોડ રૂપિયા 23
75 લાખ રૂપિયા 92
50 લાખ રૂપિયા 8
40 લાખ રૂપિયા 5
30 લાખ રૂપિયા 320
કુલ 574