Get The App

એક ખોટા નિર્ણયને લીધે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી ગઈ, હવે ગંભીર-રોહિત પસ્તાતા હશે!

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
એક ખોટા નિર્ણયને લીધે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી ગઈ, હવે ગંભીર-રોહિત પસ્તાતા હશે! 1 - image


Image: Facebook

Sri Lanka vs India: ભારત અને શ્રીલંકાની વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ ટાઈ પર ખતમ થઈ. પહેલા બેટિંગ કરતાં શ્રીલંકાએ 230 રન બનાવ્યા. ભારતીય ટીમનો સ્કોર 8 વિકેટ પર 230 રન હતો. 15 બોલ પર એક રનની જરૂર હતી પરંતુ શ્રીલંકન કેપ્ટન ચરિથ અસલંકાએ કમાલ કર્યો. તેણે પહેલા શિવમ દુબે અને પછી નંબર 11 ના બેટ્સમેન અર્શદીપ સિંહને એલબીડબ્લ્યૂ કર્યું. તેનાથી મેચ ટાઈ પર પૂર્ણ થઈ ગઈ.

સુંદરને ઉપર મોકલવાનું નિષ્ફળ રહ્યું

ભારતીય ટીમે શુભમન ગિલ અને રોહિત શર્માના આઉટ થયા બાદ ચોથા નંબરે વોશિંગ્ટન સુંદરને મોકલ્યો. સુંદરને ઉપરના ક્રમમાં બેટિંગ કરવાનો અનુભવ છે. તે બાદ પણ તે અસફળ રહ્યો. 4 બોલ પર 5 રન બનાવીને તે આઉટ થઈ ગયો. તેને અકિલા ધનંજયાએ આઉટ કર્યો. 87 રન પર 3 વિકેટ હોવાથી ટીમ ઈન્ડિયા દબાણમાં આવી ગઈ. સુંદરને નંબર 4 પર બેટિંગ માટે મોકલવાનો નિર્ણય સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો.

અક્ષર વધુ શ્રેષ્ઠ વિકલ્પ રહેતો

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં અક્ષર પટેલ પણ હતો. ટી20 વર્લ્ડ કપની ફાઈનલ જેવી મેચમાં અક્ષર પટેલને બેટિંગ માટે ઉપર મોકલવામાં આવ્યો હતો. તે સફળ પણ થયો હતો. તેને નંબર-4 પર મોકલવામાં આવત તો મેચનું પરિણામ કંઈક અન્ય હોત. અક્ષર નંબર-7 પર બેટિંગ કરવા ઉતર્યો. તે સમયે ટીમે 132 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી તેણે ઈનિંગ સંભાળી. રોહિત શર્મા બાદ અક્ષરે ભારત માટે સૌથી વધુ 33 રન બનાવ્યાં. ઓછા દબાણમાં તે બેટિંગ કરવા આવત તો વધુ શ્રેષ્ઠ રમી શકત. 

પિચમાં સ્પિનર્સ માટે હતી મદદ

આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચમાં સ્પિન બોલર્સ માટે ખૂબ મદદ હતી. અક્ષરનો સ્પિન વિરુદ્ધ રેકોર્ડ પણ શાનદાર છે. ભારતમાં તેણે ટેસ્ટ મેચમાં બેટિંગથી કમાલનું પ્રદર્શન કર્યું છે. સ્પિનની મદદગાર મુશ્કેલ વિકેટ પર પણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી ઘરેલુ સીરિઝમાં તેણે ખૂબ રન કર્યાં હતાં. ટેસ્ટમાં તેની બેટિંગ સરેરાશ 35થી વધુની છે. પોતાની તમામ 14 ટેસ્ટ અક્ષરે એશિયામાં જ રમી છે.


Google NewsGoogle News