Get The App

લ્યો બોલો...! ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગલી ક્રિકેટના નિયમ; સિક્સર પર પ્રતિબંધ, બેટ્સમેન OUT ગણાશે

Updated: Jul 22nd, 2024


Google News
Google News
Sixes Ban in Cricket


Sixes Ban in Cricket: બદલાતા જતા સમય સાથે ક્રિકેટમાં પણ નવા નિયમો અમલી બની રહ્યાં છે. બે ઓવર વચ્ચેના સમયથી લઈને, બેટ્સમેનને ક્રિઝ પર પહોંચી દડો રમવા માટે તૈયાર રહેવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ તમને કહેવામાં આવે કે ક્રિકેટમાં હવે Maximum Runs એટલેકે સિક્સર પર જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તો તમે કહેશો કે અમે ખોટું બોલી રહ્યાં છીએ. આગળ તમને કહીશું કે જો બેટ્સમેન સિક્સર મારશે, તો તેને આઉટ આપવામાં આવશે તો તો ચોક્કસથી તમે કહેશો કે આ બીજી દુનિયામાં જ જીવી રહ્યાં છે પરંતુ આ હવામાં થતી વાતો નથી. ક્રિકેટના મેદાનમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે અને તે ભૂમિ પર જ જ્યાં ક્રિકેટનો જન્મ થયો હતો, જ્યાં ક્રિકેટનો ઉદય થયો હતો.

વાત થઈ રહી છે ઈંગ્લેન્ડની. ઇંગ્લેન્ડ સ્થિત સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબે ખેલાડીઓને સિક્સ મારવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ પાછળ એક ખૂબ જ રસપ્રદ કહાની છુપાયેલી છે. મેદાનની આસપાસ રહેતા લોકોએ તેમની સંપત્તિને નુકસાન થવાની ફરિયાદ નોંધાવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય મેચ જોવા આવેલા લોકોને ઈજા થવાના અને વાહનોને નુકસાન થવાના કિસ્સાઓ પણ અહિં વધી રહ્યા છે તેથી સિક્સર પર જ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે.

પહેલા Warning, પછી OUT :

આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ ક્રિકેટ ક્લબે આ એક વિચિત્ર નિયમ બનાવ્યો છે. કોઈ ખેલાડી પ્રથમ છગ્ગો ફટકારે છે ત્યારે તેને ચેતવણી આપવામાં આવશે. માત્ર આટલું જ નહિ બેટ્સમેનની ટીમને આ સિક્સરના કોઈ રન પણ નહીં મળે. હવે જો બીજી વાર એ જ ખેલાડી સિક્સર મારશે તો ખેલાડીઓને આઉટ જાહેર કરવામાં આવશે.

આ નિર્ણય વિશે માહિતી આપતાં સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબના ટ્રેઝરર માર્ક બ્રોક્સઅપે જણાવ્યું કે ઈન્શ્યોરન્સ ક્લેમ અને કાયદાકીય કાર્યવાહીનો ખર્ચ ટાળવા માટે આ નિયમ બનાવવાની ફરજ પડી છે. તેમણે કહ્યું, "જૂના સમયમાં ક્રિકેટ શાંત વાતાવરણમાં રમાતી હતી પરંતુ લિમિટેડ ઓવરો અને ખાસ કરીને T20-T10 ક્રિકેટના આગમન પછી આ રમતમાં વધુ આક્રમકતા દેખાવા લાગી છે. સ્ટેડિયમની નજીક રહેતા એક 80 વર્ષીય વ્યક્તિએ કહ્યું કે આજકાલ ખેલાડીઓ એટલા ઉત્સાહી થઈ ગયા છે કે સિક્સરની સામે સ્ટેડિયમ પણ નાનું થઈ રહ્યું છે.

ખેલાડીઓમાં આક્રોશ :

આ નવો અને વિચિત્ર નિયમ સામે આવ્યા બાદ ખેલાડીઓ સતત વિરોધ કરી રહ્યાં છે. એક બેટ્સમેને કહ્યું કે સિક્સર મારવી એ જ તો ક્રિકેટની ઓળખ છે, તેના પર કેવી રીતે પ્રતિબંધ લગાવી શકાય ? એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રિકેટ મેચોમાંથી રોમાંચ દૂર કરવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ એક ખેલાડીએ કહ્યું કે આજકાલ દરેક વ્યક્તિ માત્ર સ્વાસ્થ્યની જ ચિંતા કરે છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ સ્ટેડિયમોને થતા નુકસાનથી સ્પોર્ટ્સ ક્લબમાંથી જંગી નફો કમાઈ રહી છે.

Tags :
Sixes-Ban-in-CricketBritains-oldest-cricket-clubCricket-Rule

Google News
Google News