Get The App

Paris Olympics 2024: નીરજ ચોપરાને જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ, પાકિસ્તાનના નદીમે 92.97 મીટરના થ્રો સાથે જીત્યો ગોલ્ડ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
neeraj chopra


Neeraj Chopra win Silver medal : ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે. 

Neeraj Chopra is excellence personified! Time and again he’s shown his brilliance. India is elated that he comes back with yet another Olympic success. Congratulations to him on winning the Silver. He will continue to motivate countless upcoming athletes to pursue their dreams… pic.twitter.com/XIjfeDDSeb

— Narendra Modi (@narendramodi) August 8, 2024

નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય. 

અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંકની ફાઇનલ મેચમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકીને ઓલિમ્પિકમાં રેકોર્ડ સર્જ્યો છે. 2008માં ઓલિમ્પિકમાં સૌથી દૂર થ્રો કરવાનો રેકોર્ડ બન્યો હતો. 16 વર્ષ બાદ અરશદ નદીમે આ રેકોર્ડ આજે તોડી નાંખ્યો છે. 

નોંધનીય છે કે ટોક્યો ઓલિમ્પિકમાં જ્યારે નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે અરશદ નદીમ ચર્ચામાં આવ્યો હતો. અરશદ ત્યારે પાંચમા સ્થાન પર રહ્યો હતો. જોકે બાદમાં 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં 90.18 મીટરનો થ્રો કરીને અરશદે પહેલીવાર કોઈ મોટી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  

પાંચ રાઉન્ડમાંથી ચાર ફાઉલ
પાંચમા પ્રયાસમાં પણ નીરજ ચોપરાને નિરાશા હાથ લાગી હતી. પાંચમા રાઉન્ડમાં ફાઉલ થઈ જવાના કારણે નીરજ ખુદથી જ ખૂબ નિરાશ પણ થયો હતો. શરૂઆતના પાંચ રાઉન્ડમાંથી માત્ર એક જ થ્રો સારો રહ્યો બાકી ચાર ફાઉલ રહ્યા હતા. 

નીરજનો બીજો થ્રો 89.45 મીટર
નીરજ ચોપરાએ બીજો થ્રો 89.45 મીટરનો ફેંક્યો. બીજા રાઉન્ડમાં નીરજ બીજા સ્થાન પર રહ્યો છે. પાકિસ્તાન ખેલાડી અરશદ નદીમ બીજા રાઉન્ડમાં પ્રથમ પર આવ્યો છે. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 

ઓલિમ્પિકમાં નીરજની શાનદાર હતી એન્ટ્રી 

નોંધનીય છે કે છઠ્ઠી ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકનું ક્વૉલિફિકેશન હતું. ભારતીય સ્ટાર નીરજ ચોપરાએ પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કરીને ક્વોલિફાઈ કર્યું હતું. 

ટોક્યો ઓલિમ્પિકમાં રચ્યો હતો ઈતિહાસ 

નોંધનીય છે કે ત્રણ વર્ષ અગાઉ સાતમી ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઈંડીવીજુઅલ ગોલ્ડ મેડલ જીતનાર તે માત્ર બીજો એથલીટ હતો. તે બાદ નીરજે વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ડાયમંડ લીગમાં પણ જીત હાંસલ કરીને સુવર્ણ ઈતિહાસ અંકિત કર્યો છે. 

આ વર્ષે ત્રણ ટૂર્નામેન્ટમાં લીધો ભાગ 

નીરજ ચોપરાએ આ વર્ષે અગાઉ ત્રણ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. દોહા ડાયમંડ લીગમાં નીરજે 88.36 મીટરનો થ્રો કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઓસટરાવા ગોલ્ડન સ્પાઇકમાં પણ નીરજે ભાગ લીધો હતો કે થ્રો દરમિયાન માંસપેશિયોમાં દર્દના કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 

નીરજ ચોપરાની સિદ્ધિઓ

ટોક્યો ઓલિમ્પિક 2021 - ગોલ્ડ મેડલ 

એશિયન ગેમ્સ 2018 - ગોલ્ડ મેડલ 

કોમનવેલ્થ ગેમ્સ 2018 - ગોલ્ડ મેડલ 

એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 2017 - ગોલ્ડ મેડલ 

વર્લ્ડ U-20 એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 2016 - ગોલ્ડ મેડલ 

એશિયન જુનિયર ચેમ્પિયનશીપ 2016 - સિલ્વર મેડલ 

હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ 

ભારત અને સ્પેન (IND vs SPA) વચ્ચે આજે Paris Olympics માં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર 2-1થી વિજય થયો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરી પોતાના રેકોર્ડની બરાબરી કરી છે. 52 વર્ષ પહેલા ભારત હોકીમાં 1968 અને 1972માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્પેનને હરાવી ભારત સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે.

અમન સહરાવત સેમિ ફાઇનલમાં હાર્યો 

રેસલર અમન સહરાવત 57 કિલો કેટેગરીના સેમિ ફાઇનલ મુકાબલામાં હારી ગયો છે. જાપાનના રી હિગુચી સાથે મુકાબલો, આ મેચમાં હિગુચીએ અમનને 0-10થી મ્હાત આપી હતી. સેમિ ફાઇનલ મુકાબલામાં ભારતીય રેસલરનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. ત્રણ જ મિનિટમાં મુકાબલો સમાપ્ત થઈ ગયો હતો. રી હિગુચીને ટેક્નિકલ સુપિરિયટીના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. જોકે હજુ અમન સહરાવત માટે હજુ મેડલ જીતવાની આશા જીવંત છે. આગામી નવમી ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો થશે. 


Google NewsGoogle News