Get The App

અમે ટેસ્ટમાં 1936નો વર્લ્ડ રેકોર્ડ તોડીશું...' દિગ્ગજ બેટરે કર્યો મોટો દાવો, ટીમ પર વ્યક્ત કર્યો વિશ્વાસ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
અમે ટેસ્ટમાં 1936નો વર્લ્ડ રેકોર્ડ તોડીશું...' દિગ્ગજ બેટરે કર્યો મોટો દાવો, ટીમ પર વ્યક્ત કર્યો વિશ્વાસ 1 - image
Image Twitter 

ENG vs WI: ઈંગ્લેન્ડના બેટર ઓલી પોપનું માનવું છે કે, તેમની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં 600 રન બનાવી શકે છે અને બેટ્સમેને આક્રમક 'બેઝબોલ' ક્રિકેટમાંથી પાછીપાની કરવાનો ઇનકાર કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામ પર છે. 

ઈંગ્લેન્ડે  વર્ષ 1936માં માન્ચેસ્ટરમાં ભારત સામે રમાયેલી મેચના બીજા દિવસે 6 વિકેટે 588 રન બનાવ્યા હતા. પોપનું માનવું છે કે, બેન સ્ટોક્સના નેતૃત્વ હેઠળની ટીમ આ રેકોર્ડ તોડી શકે છે. હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે બંને દાવમાં 400નો આંકડો પાર કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ પર કબજો

ઈંગ્લેન્ડે ગત ડિસેમ્બર 2022માં પાકિસ્તાન સામે રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે 506 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી ત્રણ મેચની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી હતી. તેમણે પહેલી ટેસ્ટ મેચ ઇનિંગ્સના માર્જિનથી અને બીજી મેચ 241 રનથી જીત હાંસલ કરી હતી.


Google NewsGoogle News