World Cup 2023 : આખું પાકિસ્તાન કરશે નેધરલેન્ડ્સના જીતની પ્રાર્થના, સેમિફાઈનલમાં પહોંચવાનો છે આ છેલ્લો રસ્તો

પાકિસ્તાનની ટીમ 5 મેચોમાંથી 2 મેચ જીતી છે જયારે 3 હારી છે

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આખું પાકિસ્તાન કરશે નેધરલેન્ડ્સના જીતની પ્રાર્થના, સેમિફાઈનલમાં પહોંચવાનો છે આ છેલ્લો રસ્તો 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs NED : પાકિસ્તાનની ટીમ સતત ત્રણ મેચ હાર્યા બાદ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. તે સેમિફાઈનલની રેસથી બહાર થઇ શકે છે. સતત ત્રણ હાર બાદ પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર 5મા સ્થાને છે. પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં જીવિત રહેવા માટે તેની આગામી તમામ મેચ જીતવી પડશે. આ સાથે એ પણ પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ્સ સામે આજની મેચમાં હારી જાય.

પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર 5મા સ્થાને

ઓસ્ટ્રેલિયા પોઈન્ટ્સ ટેબલ પર ચોથા સ્થાને છે જયારે પાકિસ્તાન પાંચમા સ્થાને છે. પરંતુ ખાસ વાત એ છે કે પાકિસ્તાનના 5 મેચોમાં 4 પોઈન્ટ છે જયારે ઓસ્ટ્રેલિયાના 4 મેચોમાં 4 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં જો ઓસ્ટ્રેલિયા આજની મેચ હારે છે તો બંને ટીમોના પોઈન્ટ્સ એક સરખા થઇ જશે. પરંતુ નેધરલેન્ડ્સ માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું એટલું આસાન નહી હોય. જો કે નેધરલેન્ડ્સની ટીમે સાઉથ આફ્રિકા જેવી ખતરનાક ટીમેને હરાવી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નેધરલેન્ડ્સને નબળી ટીમ સમજવાની ભૂલ નહી કરે.

આખું પાકિસ્તાન નેધરલેન્ડ્સના જીતવાની પ્રાર્થના કરશે

નેધરલેન્ડ્સની ટીમે આ પહેલા પણ પાકિસ્તાનને બચાવ્યું છે. પાકિસ્તાનને T20I World Cup 2022ની સેમિફાઈનલમાં પહોંચાડવામાં નેધરલેન્ડ્સનું યોગદાન હતું. પાકિસ્તાનની ટીમ ત્યારે જ સેમિફાઈનલમાં પહોંચી શકી હોત જ્યાર્રે નેધરલેન્ડ્સે T20I World cup 2022માં સાઉથ આફ્રિકાને હરાવ્યું હોત અને એવું જ થયું. નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને હરાવી અને પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આજે પણ આખું પાકિસ્તાન પ્રાર્થના કરતું હશે કે નેધરલેન્ડ્સ કોઈક રીતે આ મેચ જીતી જાય જેથી તેને ODI World Cup 2023માં વાપસી કરવાનો મોકો મળે.     

World Cup 2023 : આખું પાકિસ્તાન કરશે નેધરલેન્ડ્સના જીતની પ્રાર્થના, સેમિફાઈનલમાં પહોંચવાનો છે આ છેલ્લો રસ્તો 2 - image


Google NewsGoogle News