ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતની ટીમો સેમિફાઈનલમાં પહોંચશે: જેમ્સ એંડરસન

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતની ટીમો સેમિફાઈનલમાં પહોંચશે: જેમ્સ એંડરસન 1 - image


નવી દિલ્હી,તા. 4 ઓક્ટોબર 2023,બુધવાર  

વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની ભવિષ્યવાણી સામે આવી છે. આ ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે, કઈ ટીમો સેમીફાઈનલમાં પહોંચશે અને કઈ ટીમોએ પોતાનો રસ્તો શોધવો પડશે. 

મળતી માહિતી પ્રમાણે ફાઇનલિસ્ટ ટીમો અને ચેમ્પિયન બનનાર ટીમના નામ પણ તેમણે આપ્યા છે. એન્ડરસને આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વિશે પણ ભવિષ્યવાણી છે. 

એન્ડરસને સાઉથ આફ્રિકા માટે કહ્યું કે, 'સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની વનડે મેચમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તે ખૂબ જ જબરદસ્ત હતુ. તેની પાસે મજબૂત બેટિંગ છે અને બોલિંગમાં પણ સારા વિકલ્પો છે.

આ સિવાય એન્ડરસને એક ઇન્ટરવ્હુમાં કહ્યું કે, 'ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતની ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. પાકિસ્તાન સેમીફાઈનલથી દૂર રહેશે, ન્યુઝીલેન્ડ સાથે પણ આવું જ થશે. ઈંગ્લેન્ડ અને ભારત વર્લ્ડ કપની ફાઈનલ રમશે. મને લાગે છે કે ઈંગ્લેન્ડ ભારતને કપરા મુકાબલામાં હરાવીને ચેમ્પિયન બનશે.’

જેમ્સ એન્ડરસનની સાથે અન્ય ક્રિકેટ નિષ્ણાતોએ પણ  વર્લ્ડ કપને લઇને પોતાના વિચારો રજૂ કર્યા છે. 

મહિલા વર્લ્ડ કપ વિજેતા એલેક્સ હાર્ટલે પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવાની ભવિષ્યવાણી કરી હતી. ભૂતપૂર્વ ઇંગ્લિશ બોલર જોનાથન એગ્ન્યુએ ભારતને ચેમ્પિયન ગણાવ્યું અને દાવો કર્યો કે, ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચશે. ભારતની સાથે તેણે ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનને સેમિફાઈનલના દાવેદાર ગણાવ્યા હતા.

આ સિવાય કોમેન્ટેટર આતિફના મતે વર્લ્ડ કપ 2023માં ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સેમીફાઈનલ પહોંચશે અને ભારત ચેમ્પિયન બનનશે તેવી આગાહી કરી છે. તો આ સાથે જ ટાઇમલ મિલ્સના મતે પાકિસ્તાન વર્લ્ડ કપ 2023નું ચેમ્પિયન બનશે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર કાર્લોસ બ્રેથવેટના મતે વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બનશે તેમ જણાવ્યુ હતુ.

મહત્વનું છેકે, વર્લ્ડકપ 2023ની શરુઆત 5 ઓક્ટોબરથી થઇ રહી છે. ત્યારે ક્રિકેટ રસિયાઓમાં મેચને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલી મેચ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  યોજાવવાની છે.  


Google NewsGoogle News