World Cup 2023 : નેધરલેન્ડ વર્લ્ડકપમાંથી બહાર, ઈંગ્લેન્ડે 160 રનથી આપી હાર

ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી હતી

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : નેધરલેન્ડ વર્લ્ડકપમાંથી બહાર, ઈંગ્લેન્ડે 160 રનથી આપી હાર 1 - image


ENG vs NED : ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે આજે ODI World Cup 2023ની 40મી મેચ રમાઈ હતી. પુણેમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે 160 રનથી વિજય મેળવ્યો છે. મેચમાં પહેલા ઇંગ્લેન્ડે બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડે નેધરલેન્ડ્સને જીતવા માટે 340 રનનો મોટો લક્ષ્ય આપ્યો હતો. જેની સામે નેધરલેન્ડ્સની ટીમ 37.2 ઓવરમાં 179 રન જ બનાવી શકી હતી. 

બંને ટીમો વર્લ્ડ કપમાંથી બહાર 

ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ બન્ને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડની હવે છેલ્લી મેચ પાકિસ્તાન સામે છે જે 11 નવેમ્બેર રમાશે અને નેધરલેન્ડની ટીમ ભારત સામે તેનો છેલ્લો મેચ રમશે. આજે ઈંગ્લેન્ડે આ મેચ પર જીત મેળવી પોઈન્ટ્સ ટેબલના ટોપ-7માં સ્થાન મેળવ્યું છે અને Champions Trophy 2025 માટે ક્વાલિફાઈ કર્યું છે. 

બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી 

ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર ઇનિંગ રમી હતી. બેન સ્ટોક્સે 84 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. 


Google NewsGoogle News