ODI WC 2023: પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં મોટા ફેરફારના સંકેત

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News

ODI WC 2023: પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં મોટા ફેરફારના સંકેત 1 - imageImage:Twitter 

નવી દિલ્હી,તા. 19 સપ્ટેમ્બર 2023,મંગળવાર 

એશિયા કપ 2023માં પાકિસ્તાનની ટીમના શરમજનક પ્રદર્શન બાદ તેની ઘણી ટીકા થઈ રહી છે. એશિયા કપમાં પાકિસ્તાનના ઘણા મોટા ખેલાડીઓ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. ટીમના વાઇસ કેપ્ટન શાદાબ ખાનનું નામ મોખરે છે. હવે ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત સાથે એ વાત સામે આવી રહી છે કે, મોટા સિલેક્ટરો મોટા ફેરફાર કરી શકે છે.

મળતી માહિતી પ્રમાણે ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ જવાબદારી શાદાબ ખાન પાસેથી લઈ સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને સોંપવામાં આવી શકે છે. એશિયા કપમાં શાદાબ માત્ર 6 વિકેટ જ લઈ શક્યો હતો, પરંતુ સુપર-4માં ભારત અને શ્રીલંકા સામે તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. 

જે જોતા લાગી રહ્યું છે કે, વર્લ્ડકપ માટેની ટીમમાં તેની પસંદગી પર જોખમ છે.  જેમાં અબરાર અહેમદનો સમાવેશ કરવામાં આવી શકે છે.

એશિયા કપમાંથી બહાર રહેવાની સાથે પાકિસ્તાન તેના કેટલાક મહત્વના ખેલાડીઓની ફિટનેસને કારણે બહાર થઇ ગયા છે. જેમાં ફાસ્ટ બોલર નસીમ શાહ ખભાની ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આ સિવાય હારિસ રઉફની ફિટનેસ પર પણ શંકા છે.તો બીજી બાજુ અબરાર અહેમદને અત્યાર સુધી પાકિસ્તાન માટે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં રમવાની તક મળી છે. અબરરે 6 મેચમાં 31.08ની એવરેજથી 38 વિકેટ લીધી છે.


Google NewsGoogle News