World Cup 2023 : પાકિસ્તાની બોલરોની થઇ ધોલાઈ, બન્યા એક કરતા વધુ શરમજનક રેકોર્ડ

ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રે 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી

ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6 વિકટે ગુમાવીને 401 રન બનાવ્યા

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : પાકિસ્તાની બોલરોની થઇ ધોલાઈ, બન્યા એક કરતા વધુ શરમજનક રેકોર્ડ 1 - image
Image:IANS

World Cup 2023 NZ vs PAK : ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ODI World Cup 2023ની 34મી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બાબર આઝમનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6 વિકટે ગુમાવીને 401 રન બનાવી દીધા હતા. વનડેમાં ન્યુઝીલેન્ડનો પાકિસ્તાન સામે આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે જ્યાં ઘણાં મોટા રેક્રોર્દ બનાવ્યા તો બીજી તરફ પાકિસ્તાનના નામે ઘણાં અનિચ્છનીય રેકોર્ડ નોંધાયા છે.

ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ બનાવ્યા રેકોર્ડ

ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રે 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જયારે ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને 95 રનની ઇનિગ રમી હતી. રચિને ODI World Cup 2023માં તેની ત્રીજી સદી ફટકારી હતી. આ સાથે તે ન્યુઝીલેન્ડ માટે આવું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જયારે કેન વિલિયમ્સન ODI World Cupમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ODI World Cupમાં 1084 રન બનાવ્યા છે.

પાકિસ્તાનના નામે એક કરતા વધુ શરમજનક રેકોર્ડ

ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની ખુબ ધોલાઈ કરી હતી. પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન આફ્રિદીએ આ મેચમાં 10 ઓવરમાં 90 રન આપ્યા હતા. તે ODI World Cupની એક મેચમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર હરિસ રઉફના નામે પણ એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. રઉફે 10 ઓવરમાં 85 રન આપ્યા અને હવે તે ODI World Cupની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર બની ગયો છે. તેણે ઝિમ્બાબ્વેના તિનશે પન્યાંગારા દ્વારા બનાવેલા શરમજનક રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. તિનશે ODI World Cup 2015માં કુલ 15 છગ્ગા ખાધા હતા, પરંતુ હરિસ રઉફે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 16 ખાયા છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાન સામે કુલ 46 ચોગ્ગા ફટકાર્યા હતા અને હવે ન્યુઝીલેન્ડની ટીમ ODI World Cupની મેચમાં કોઈપણ ટીમ સામે સૌથી વધુ ચોગ્ગા મારનારી ટીમ બની ગઈ છે. આ પહેલા કોઈ ટીમે ODI World Cupમાં એક ઇનિંગમાં આટલા ચોગ્ગા ફટકાર્યા ન હતા.

ODI World Cupની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર

16 – હરિસ રઉફ (2023)

15 – તિનશે પન્યાંગારા (2015)

14 – રાશિદ ખાન (2019)

14 – યુઝવેન્દ્ર ચહલ (2019)

13 – જેસન હોલ્ડર (2015)

ODI World Cupની એક ઇનિંગમાં પાકિસ્તાની બોલર દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન

0/90 – શાહીન આફ્રિદી vs ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2023

1/85 – હરિસ રઉફ vs ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2023

1/84 – હસન અલી vs ભારત, માન્ચેસ્ટર, 2019

3/83 – હરિસ રઉફ vs ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ, 2023

વનડેમાં પાકિસ્તાન સામે સર્વોચ્ચ ટીમ સ્કોર

444/3 – ઈંગ્લેન્ડ, નોટિંગહામ, 2016

401/6 – ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2023

392/6 – સાઉથ આફ્રિકા, સેન્ચુરિયન, 2007

373/3 – ઈંગ્લેન્ડ, સાઉથેમ્પ્ટન, 2019

World Cup 2023 : પાકિસ્તાની બોલરોની થઇ ધોલાઈ, બન્યા એક કરતા વધુ શરમજનક રેકોર્ડ 2 - image


Google NewsGoogle News