Get The App

VIDEO : '6,4,4,4,6,...' એક ઓવરમાં પાંચ બાઉન્ડ્રી, ફીન એલને પાકિસ્તાની કેપ્ટનને ધોઇ નાખ્યો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News

VIDEO : '6,4,4,4,6,...' એક ઓવરમાં પાંચ બાઉન્ડ્રી, ફીન એલને પાકિસ્તાની કેપ્ટનને ધોઇ નાખ્યો 1 - image

નવી મુંબઇ,તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર

પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ટી-20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. 5 મેચોની સીરીઝમાં પ્રથમ મેચ ઓકલેન્ડમાં રમાઈ રહી છે. આ મેચમાં શાહીન આફ્રિદી કેપ્ટનશીમાં  ડેબ્યુ કરી રહ્યાં છે. વર્લ્ડ કપ બાદ બાબર આઝમે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ શાહીન આફ્રિદીને કમાન મળી હતી. આ મેચમાં આફ્રિદીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી પરંતુ તે બોલ્ડ આઉટ થયો હતો.

શાહીનને એક ઓવરમાં 5 બાઉન્ડ્રી મળી 

ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને શાહીન આફ્રિદીની એક જ ઓવરમાં 5 બાઉન્ડ્રી ફટકારી હતી. શાહીન આફ્રિદી ત્રીજી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. શાહિને યોર્કર મારવાના પ્રયાસમાં હાફ વોલી આપી હતી. 

એલને સિક્સ ફટકાર્યા બાદ સતત 3 બોલ પર 3 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજો બોલ મિડ-ઓફ, ત્રીજો બોલ શોર્ટ ફાઈન લેગ અને ચોથો ફોર કવર ગયો. ઓવરના 5માં બોલ પર ફિન એલને સિક્સર ફટકારી હતી. શાહીન આફ્રિદી ફરી એકવાર યોર્કર ચૂકી ગયો.  છેલ્લા બોલ પર કોઈ રન થયો ન હતો. આ રીતે શાહિને ઓવરમાં 24 રન ખર્ચ્યા હતા.

છેલ્લી ઓવરમાં વિકેટ લીધી

શાહીન આફ્રિદી તેની બીજી ઓવરમાં પીટાઈ ગયો હતો પરંતુ તેણે પ્રથમ ઓવરમાં જ અદભૂત બોલિંગ કરી હતી. તેણે ઓવરના બીજા જ બોલ પર ડેવોન કોનવેને આઉટ કર્યો. 

કોનવેએ બોલને ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો. તે બોલ પર કંટ્રોલ કરી શક્યો નહી અને બેટ સાથે અથડાયા બાદ શોટ સીધો કવરના હાથમાં જતો રહ્યો. શાહીન આફ્રિદી સામે પ્રથમ ઓવરમાં માત્ર એક રન થયો હતો. પરંતુ બીજી ઓવરમાં ફિન એલને ધમાકેદાર પ્રદર્શન કર્યું.



Google NewsGoogle News