World Cup 2023 : આજે 16મી મેચમાં ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર, વિલિયમ્સનના રમવા પર સસ્પેન્સ

વિલિયમ્સન બાંગ્લાદેશ સામે 78 રન બનાવ્યા બાદ અંગુઠામાં ઈજાના કારણે બહાર થઇ ગયો હતો

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે 16મી મેચમાં ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર, વિલિયમ્સનના રમવા પર સસ્પેન્સ 1 - image


World Cup 2023 NZ vs AFG : ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ODI World Cup 2023ની 16મી મેચ રમાશે. આ મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે. અફઘાનિસ્તાનની ટીમે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને હરાવી મોટો ઉલટફેર કર્યો હતો. જયારે ન્યુઝીલેન્ડની ટીમને ત્રણેય મેચમાં જીત મળી છે. હવે આજની મેચમાં અફઘાનિસ્તાન બીજો એક ઉલટફેર કરવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે.

કેન વિલિયમ્સન ઈજાના કારણે ટીમથી બહાર

ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ ફરી એકવાર ટોમ લાથમ સંભાળશે કારણ કે ટીમના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સન ઈજાના કારણે હાલ ટીમથી બહાર છે. વિલિયમ્સન બાંગ્લાદેશ સામે 78 રન બનાવ્યા બાદ અંગુઠામાં ઈજાના કારણે બહાર થઇ ગયો હતો. આ ઉપરાંત ફાસ્ટ બોલર ટીમ સાઉદી સંપૂર્ણપણે રિકવર કરી ચુક્યો છે હવે જોવાનું એ રહેશે કે તે અ મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે કે નહી.

ગુરબાઝે બે મેચમાં ફિફ્ટી ફટકારી

અફઘાનિસ્તાન ટીમના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે બે મેચમાં ફિફ્ટી ફટકારી છે જ્યારે કેપ્ટન શાહિદી, અઝમતુલ્લા ઓમરઝાઈ અને ઇકરામ અલીખિલે પણ શાનદાર ઇનિંગ્સ રમી છે. હવે તેઓ ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીની ફાસ્ટ બોલિંગ અને રવિન્દ્ર અને મિશેલ સેન્ટનરની સ્પિનનો સામનો કરશે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન 

ન્યુઝીલેન્ડ

ટોમ લાથમ (C/wkt), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ

અફઘાનિસ્તાન

હશમતુલ્લાહ શાહિદી (C), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, રહમત શાહ, મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ (wkt), અઝમતુલ્લા ઉમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, નવીન ઉલ હક

World Cup 2023 : આજે 16મી મેચમાં ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર, વિલિયમ્સનના રમવા પર સસ્પેન્સ 2 - image


Google NewsGoogle News