Get The App

"CSKમાં સામેલ નહીં થાય રિષભ પંત, આ ત્રણ ખેલાડીઓને રિટેન કરશે દિલ્હી કેપિટલ્સ"

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
"CSKમાં સામેલ નહીં થાય રિષભ પંત, આ ત્રણ ખેલાડીઓને રિટેન કરશે દિલ્હી કેપિટલ્સ" 1 - image

Delhi Capitals Will Retain Rishabh Pant: એક દિવસ પહેલા અટકળો લગાવાઈ રહી હતી કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત આઈપીએલ 2025 પહેલા દિલ્હી કેપિટલ્સને છોડી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સાથે જોડાઈ શકે છે. પરંતુ હવે આ સમાચાર માત્ર અફવા હોવાનું સામે આવી રહ્યું છે. અને પંત હવે દિલ્હી કેપિટલ્સની સાથે જ રહેશે તેવું કહેવાય રહ્યું છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ આપવી પડશે 'પરીક્ષા': અંગત જીવનમાં ઉથલપાથલ વચ્ચે બોલિંગ પર ઉઠ્યા સવાલ

મીડિયા રીપોર્ટ અનુસાર ફ્રેન્ચાઇઝી આગામી આઈપીએલ સિઝન માટે કયા ત્રણ ખેલાડીઓને પોતાની પાસે રાખી શકે છે? તેનો નિર્ણય લેવાઈ ગયો છે. જેમાં કેપ્ટન રિષભ પંત ઉપરાંત દિલ્લી તરફથી પસંદ કરાયેલા ખેલાડીઓમાં સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને બોલર કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડકપ 2024માં સામેલ હતા. અને તેમણે વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કર્યો હતો.

આ પણ વાંચો: એક જ ભારતીય ખેલાડીને ધોનીના રિટાયરમેન્ટ પ્લાન વિશે છે બધી જાણકારી, સ્ટાર બોલરનો ઘટસ્ફોટ

વર્ષ 2016થી રિષભ પંત દિલ્હીની ટીમ સાથે જોડાયેલા છે. ફ્રેન્ચાઇઝીમાં જોડાતા પહેલા તેણે બાંગ્લાદેશમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કર્યો હતો. અહીં તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં નામીબિયા સામે 96 બોલમાં 111 રન કરી સદી ફટકારી હતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ તેના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

પંતે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 111 મેચ રમ્યો છે. આ દરમિયાન તેને 35.31ની સરેરાશથી 3284 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેના નામે 1 સદી અને 18 અડધી સદી છે. અહીં તેણે 148.93ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.


Google NewsGoogle News