Get The App

હવે કિંગ કોહલીનો ટીમ ઇન્ડિયાથી બહાર થવાનો વારો! આંકડા રોહિત કરતાં પણ ખરાબ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News

હવે કિંગ કોહલીનો ટીમ ઇન્ડિયાથી બહાર થવાનો વારો! આંકડા રોહિત કરતાં પણ ખરાબ 1 - image

Rohit Sharma vs Virat Kohli : હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમની હાલત કોઈનાથી અજાણ નથી. કદાચ આ જ કારણ છે કે પાંચમી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી હતી અને રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માએ પોતે ટીમના હિત માટે આ નિર્ણય લીધો છે. પરંતુ સત્ય શું છે તે બધા જાણે છે. કોઈ પણ કૅપ્ટન પોતે પ્લેઈઇંગ ઇલેવનમાંથી પોતાનું નામ પાછું ખેંચતો નથી. આ દરમિયાન ખાસ વાત એ છે કે રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે, પરંતુ વિરાટ કોહલી હજુ કેમ રમી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં વિરાટ કોહલીનું પ્રદર્શન રોહિત શર્મા કરતાં પણ ખરાબ રહ્યું હતું. શું વિરાટ કોહલી પર કોઈનો હાથ છે કે પછી તેને છેલ્લી તક આપવામાં આવી રહી છે?

છેલ્લા પાંચ વર્ષમાં રોહિત શર્માનો ટેસ્ટ રૅકોર્ડ 

રોહિત શર્મા અને વિરાટ કોહલીના છેલ્લા પાંચ વર્ષના જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2024 સુધીના આંકડાઓ પર એક નજર કરીએ. પહેલા વાત કરીએ રોહિત શર્માની, જે હાલ સિડની ટેસ્ટમાંથી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે. આ દરમિયાન રોહિતે 63 ટેસ્ટ ઇનિંગ્સ રમીને 2160 રન બનવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રોહિતે 36ની સરેરાશ અને 55.03ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. રોહિતે આ સમયગાળા દરમિયાન 6 સદી ફટકારી હતી અને તેનો સર્વોચ્ચ સ્કોર 161 રન રહ્યો હતો.  

રોહિત કરતા પણ કોહલીનું નબળું પ્રદર્શન 

હવે જરા વિરાટ કોહલીના આંકડાઓ પર એક નજર નાખીએ. કોહલીએ જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2024 સુધીમાં 67 ટેસ્ટ ઇનિંગ્સ રમી છે. જેમાં તેણે 2005 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીની સરેરાશ 31.33 રહી હતી અને તેણે 49.26ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. જેમાં કોહલીએ ત્રણ ટેસ્ટ ફટકારી હતી અને તેનો સર્વોચ્ચ સ્કોર 186 રન રહ્યો હતો. એટલે કે બંને ખેલાડીઓએ લગભગ સરખી ઇનિંગ્સ રમી છે. પરંતુ તેમ છતાં રોહિત શર્મા વિરાટ કોહલી કરતાં થોડો આગળ છે.

આ પણ વાંચો : રોહિત શર્માએ આરામ કરવાનું નક્કી કર્યું, આમાં કોઈ સ્વાર્થ નથી: કેપ્ટન જસપ્રીત બુમરાહની પ્રતિક્રિયા

આટલા ખરાબ પ્રદર્શન છતાં પણ કોહલીનો ટીમમાં સમાવેશ કેમ?

જો કે એ વાત સાચી છે કે રોહિત શર્મા જે રીતે પ્રદર્શન કરવું જોઈએ તે કરી શકયો નથી. પરંતુ અહીં સવાલ એ છે કે કોહલીએ તો એવું શું કર્યું છે કે તે હજુ પણ પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન જાળવી શક્યો છે ? આ આંકડા ડિસેમ્બર 2024 સુધીના છે. તેણે હાલ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી મેચમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. તે 69 બોલમાં માત્ર 17 રન બનાવવામાં સફળ રહ્યો હતો અને ઇનિંગ દરમિયાન એક પણ ચોગ્ગો પણ મારી શક્યો ન હતો. આના પરથી સમજી શકાય છે કે રોહિત જ નહીં કોહલી પણ આ મેચની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ શકે તેમ હતો. પરંતુ આટલા ખરાબ પ્રદર્શન છતાં તેણે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે જે આશ્ચર્યની બાબત છે.

હવે કિંગ કોહલીનો ટીમ ઇન્ડિયાથી બહાર થવાનો વારો! આંકડા રોહિત કરતાં પણ ખરાબ 2 - image


Google NewsGoogle News