હવે ઘરડો થઈ ગયો છું, ફાસ્ટ બોલ નહીં રમી શકું...' ટીમ ઈન્ડિયામાં વાપસી પર સેહવાગનું નિવેદન
Virender Sehwag : ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગ સામે બોલિંગ કરવા માટે ભલભલા બોલરો ડરી જતા હતા. સહેવાગની આદત હતી કે તે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારતો હતો. વર્ષ 2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો મહત્ત્વપૂર્ણ સભ્ય રેહેલા સહેવાગે આ ટુર્નામેન્ટ દરમિયાન મોટાભાગની મેચોમાં પહેલા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા.
શું કહ્યું વીરેન્દ્ર સહેવાગે?
જો કે, વીરેન્દ્ર સહેવાગમાં પહેલા જેવો ઉત્સાહ રહ્યો નથી. જેને લઈને તેણે ખુલાસો કરતા કહ્યું હતું કે, 'હવે મારું હેન્ડ અને આઈનું કોર્ડીનેશન (હાથ અને આંખનું સંકલન) પહેલા જેવું નથી રહ્યું. હવે હું ઝડપી બોલરોનો સામનો કરી શકું તેમ નથી. હું કદાચ ફરી ક્યારેય ફ્રેન્ચાઇઝી લીગમાં રમવા જોવા મળીશ નહીં કારણ કે મારામાં હવે પહેલા જેવો ઉત્સાહ રહ્યો નથી. જો હાલમાં જ કોઈ ભારતીય ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાંથી નિવૃત થયો છે અને જો તે રમવા માંગે છે કે તો આ ટુર્નામેન્ટ તેના માટે સારો મંચ છે.'
હું હવે ઘરડો થઇ ગયો છું - સહેવાગે
ILT20 (International League T20)માં કોમેન્ટ્રી પેનલનો ભાગ રહેલા સેહવાગે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'હું આ ટુર્નામેન્ટમાં યુવરાજ સિંહને રમતો જોવા માંગું છું. તે સિક્સર કિંગ છે. પરંતુ હું નહિ રમી શકું. હું હવે ઘરડો થઇ ગયો છું. હું હવે ઝડપી બોલિંગનો સામનો નથી કરી શકતો.'
આ પણ વાંચો : મને ફેર નથી પડતો...' મેચ જીતાડ્યાં બાદ ગરજ્યો હર્ષિત રાણા, જૂના વિવાદ અંગે તોડ્યું મૌન
સહેવાગને કઈ T20 લીગ સૌથી વધુ પસંદ છે?
આ દરમિયાન વીરેન્દ્ર સહેવાગને પૂછવામાં આવ્યું હતું કે, તમે વિવિધ T20 લીગને ક્યાં ક્રમમાં રાખવાનું પસંદ કરશે. તેના જવાબમાં સહેવાગે કહ્યું કે, 'હું એક લીગની તુલના અન્ય સાથે નથી કરવા માંગતો કારણ કે બધા જ દશોમાં લીગ રમાઈ છે. IPL ભારત માટે સારી છે. બીગ બેશ લીગ ઓસ્ટ્રેલિયા માટે સારી છે. આજ રીતે ILT20 યુએઈ માટે સારી છે. આ જ કારણથી કોઈ એકને પસંદ કરવું અઘરું છે. પરંતુ ILT20 ની સારી વાત એ છે કે તમે એક ટીમમાં 9 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને રમતા જોઈ શકો છો. આ ફક્ત આ લીગમાં જ શક્ય છે.'