Get The App

ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ! સચિન-વિરાટથી લઈને ડોન બ્રેડમેનને પણ રખાશે યાદ

Updated: Nov 15th, 2024


Google News
Google News
ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ! સચિન-વિરાટથી લઈને ડોન બ્રેડમેનને પણ રખાશે યાદ 1 - image

Special Day In Cricket History : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ એક વિશેષ સ્થાન ધરાવે છે. કારણ કે બે દેશના મહાન બેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની સિદ્ધિઓને આ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે માત્ર સચિનની કારકિર્દીની શરૂઆત જ નહીં પરંતુ કોહલીએ તોડેલા રેકોર્ડની સિદ્ધિને પણ દર્શાવે છે.

ડોન બ્રેડમેને અને સચિન તેંડુલકર વચ્ચેનો સંયોગ

સન 1947માં આ દિવસે ડોન બ્રેડમેને તેની 100મી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે સચિન તેંડુલકરે સન 1989માં કાર યુનિસ સાથે આ જ દિવસે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. 24 વર્ષ પછી વર્ષ 2013માં આ જ દિવસે સચિને વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે તેની છેલ્લી ટેસ્ટ ઈનિંગ્સમાં 74 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.

16 વર્ષની ઉંમરે સચિન કર્યું હતું ડેબ્યૂ 

15 નવેમ્બર 1989ના રોજ 16 વર્ષના સચિન તેંડુલકરે કરાચીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં પાકિસ્તાની બોલર વકાર યુનિસ પણ પોતાનું ડેબ્યૂ કરી રહ્યો હતો. યુનિસના બોલિંગ આક્રમણનો સામનો કરી રહેલા તેંડુલકરે કોઈપણ દબાણમાં આવ્યા વગર મજબૂત રહીને બેટિંગ કરી હતી. સચિનના નાક પર બાઉન્સર લાબ્વા છતાં તેણે ધીરજ ગુમાવ્યા વગર 24 બોલમાં બે ચોગ્ગા ફટકારીને 15 રન બનાવ્યા હતા.

કોહલીએ આજ દિવસે કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો 

સચિનની આ શાનદાર 24 વર્ષની કારકિર્દીની શરૂઆત હતી. જેમાં તેણે ક્રિકેટના તમામ રેકોર્ડને તોડતા 15921 ટેસ્ટ રન બનાવ્યા હતા. અને ઐતિહાસિક 100 આંતરરાષ્ટ્રીય સદીઓ ફટકારી હતી. હવે બરાબર 34 વર્ષ પછી 15 નવેમ્બર 2023ના રોજ કોહલીએ મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડકપ સેમિ ફાઇનલ મેચ દરમિયાન તેની 50મી સદી ફટકારીને તેંડુલકરની સૌથી વધુ વનડે સદીના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

મુંબઈના આઇકોનિક વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં રમતા કોહલીએ તેની 50મી વનડે સદી ફટકારી હતી. આધુનિક યુગના મહાન ખેલાડીઓમાંના એક તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી. તેણે લોકી ફર્ગ્યુસનની બોલ પર બે રન બનાવીને સદી ફટકારી હતી. જેમાં તેણે 106 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સે જે બોલરને કર્યો હતો રીલીઝ, તેણે એક જ ઈનિંગમાં 10 વિકેટ ખેરવી રચ્યો ઈતિહાસ

સચિન-વિરાટને રખાશે યાદ

કોહલી આ રેકોર્ડે તોડીને પોતાના દ્રઢ નિશ્ચય અને સખત મહેનતનું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જે તેણે પોતાના આદર્શ તેંડુલકરના વારસાને આગળ ધપાવ્યો હતો. જેમણે વનડે ક્રિકેટમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. 15 નવેમ્બરના રોજ આ બંને સિદ્ધિઓ ભારતીય ક્રિકેટ પર તેંડુલકર અને કોહલીની અસરને રેખાંકિત કરે છે. જે આવનારી પેઢીઓ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડશે.

ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ! સચિન-વિરાટથી લઈને ડોન બ્રેડમેનને પણ રખાશે યાદ 2 - image

Tags :
Sachin-TendulkarVirat-KohliDon-Breadman

Google News
Google News