Get The App

કોહલી જ નહીં સિરાજ-જાડેજા સહિત 5 સ્ટાર ખેલાડીઓ રણજીમાં સુપરફ્લોપ, જુઓ કોણે કેવો દેખાવ કર્યો

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
કોહલી જ નહીં સિરાજ-જાડેજા સહિત 5 સ્ટાર ખેલાડીઓ રણજીમાં સુપરફ્લોપ, જુઓ કોણે કેવો દેખાવ કર્યો 1 - image

This 5 players flop in Ranji trophy : વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ પછી રણજી ટ્રોફીમાં રમવા ઉતર્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રેલ્વે સામેની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કરતા તે માત્ર 6 રન કરીને આઉટ થઇ ગયો હતો. રેલ્વેના ઝડપી બોલર હિમાંશુ સાંગવાને કોહલીને બોલ્ડ કરી દીધો હતો. રણજી ટ્રોફીમાં કોહલી જ નહી પરંતુ બીજા ઘણાં ભારતીય ક્રિકેટરો ફ્લોપ રહ્યા છે. જેમાંથી કેટલાક રન નથી બનાવી શક્ય તો કોઈ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. તો ચાલો જાણીએ ક્યાં ખેલાડીઓ રણજી ટ્રોફીમાં ફ્લોપ રહ્યા છે.   

વિરાટ કોહલી (દિલ્હી વિરુદ્ધ રેલ્વે) : રેલ્વે સામેની મેચમાં કોહલીએ માત્ર 15 બોલનો સામનો કર્યો હતો અને એક ચોગ્ગા સાથે કુલ 6 રન બનાવ્યા હતા. હિમાશું સાંગવાનના અંદર આવતા બોલ પર કોહલી બોલ્ડ થઇ ગયો હતો. આ રીતે રેડ બોલ ક્રિકેટમાં કોહલીનો કંગાળ દેખાવ સતત ચાલુ છે.  

કેએલ રાહુલ (કર્ણાટક વિરુદ્ધ હરિયાણા) : ભારતીય ટીમના સ્ટાર બેટર કેએલ રાહુલ લગભગ પાંચ વર્ષ બાદ રણજી ટ્રોફીમાં રમવા ઉતર્યો છે. હરિયાણા સામેની મેચમાં કર્નાટક તરફથી 26 રન બનાવી શક્યો હતો. રાહુલે પોતાની ઇનિંગમાં 37 બોલનો સામનો કર્યો હતો. તેની વિકેટ અંશુલ કમ્બોજે લીધી હતી.   

મોહમ્મદ સિરાજ (હૈદરાબાદ વિરુદ્ધ વિદર્ભ) : ડાબોડી પેસર હૈદરાબાદ તરફથી વિદર્ભ સામે રમવા ઉતર્યો હતો. સિરાજે પહેલી ઇનિંગમાં એક વિકેટ ઝડપી હતી. તેણે 18 ઓવરમાં સાત મેડન ઓવર ફેંકી હતી. જેમાં તેણે 47 રન આપીને એક વિકેટ ઝડપી હતી. સિરાજે બેટર હર્ષ દુબેની વિકેટ લીધી હતી.    

રવીન્દ્ર જાડેજા (સૌરાષ્ટ્ર વિરુદ્ધ આસામ) : ભારતનો ડાબોડી જાદુઈ સ્પીનર અને ઓલરાઉન્ડર સતત બીજી રણજી ટ્રોફી મેચમાં રમવા આવ્યો હતો. આસામ સામેની મેચમાં જાડેજાએ નવમાં નંબરે બેટિંગ કરતા 28 બોલનો સામનો કરીને 19 રન બનાવ્યા હતા. તેને અમલાનજ્યોતિ દાસે બોલ્ડ કર્યો હતો. હવે તેને બોલિંગ કરવાની તક મળશે. 

આ પણ વાંચો : સચિન તેંડુલકરને મળશે BCCIનો લાઈફટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ, અન્ય પાંચ દિગ્ગજોને પણ મળશે ખાસ સન્માન

કુલદીપ યાદવ (ઉત્તર પ્રદેશ વિરુદ્ધ મધ્ય પ્રદેશ) : ઘણાં સમયથી ઈજા થવાને કારણે કુલદીપ ક્રિકેટથી દુર ચાલી રહ્યો છે. હવે તેણે રણજી ટ્રોફી દ્વારા વાપસી કરી છે. ઉત્તર પ્રદેશ તરફથી રમતા મધ્ય પ્રદેશના બેટરો સામે તેની બોલિંગ કંઈ ખાસ રહી ન હતી. તે હિમાશું મંત્રીની એક જ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. તે હાલ આ મેચમાં 23 ઓવર ફેંકીને 90 રન આપી ચૂક્યો છે. જેમાં બે મેડન ઓવરનો સમાવેશ થાય છે.કોહલી જ નહીં સિરાજ-જાડેજા સહિત 5 સ્ટાર ખેલાડીઓ રણજીમાં સુપરફ્લોપ, જુઓ કોણે કેવો દેખાવ કર્યો 2 - image



Google NewsGoogle News