ઑસ્ટ્રેલિયા જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ ટીમ પણ ભારતને આપી શકે છે જોરદાર ટક્કર, કરવી પડશે ખાસ તૈયારી
Champions Trophy 2025 : 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરુઆત થવાની છે. જેમાં પહેલી મેચ ન્યુઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે હાલમાં જ ટ્રાઇ સીરિઝની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ન્યુઝીલૅન્ડે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ-Aમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેલ છે. જો ભારતીય ટીમની વાત કરીએ તો ટીમની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે યોજાશે.
ન્યુઝીલૅન્ડની ટીમ ભારત માટે ખતરો
આ ટુર્નામેન્ટને જીતવાની દાવેદારીમાં ભારતીય ટીમ સૌથી આગળ છે. આ સિવાય પણ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમ પણ મજબૂત દાવેદાર છે. પરંતુ આ સિવાય પણ એક એવી ટીમ છે ભારત માટે ખતરો બની શકે છે. જે ન્યુઝીલૅન્ડની ટીમ છે. હાલના સમયમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ન્યુઝીલૅન્ડની ટીમ ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
સાત દિવસમાં ન્યુઝીલૅન્ડે બે ટીમોને હારાવી દીધી
પાકિસ્તાન સામેની ટ્રાઇ સીરિઝ જીત્યા બાદ ન્યુઝીલૅન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના પહેલા વોર્મ-અપ મેચમાં અફઘાનિસ્તાનને કારમી હાર આપી હતી. છેલ્લા 10 દિવસોમાં ટીમે અદ્ભુત પ્રદર્શન કર્યું છે. ગ્લેન ફિલિપ્સ, ડેનોવ કોન્વે, મેટ હેન્રી અને કૅપ્ટન મિચેલ સેટનરે ટીમ માટે મહત્ત્વપૂર્ણ પ્રદર્શન કરતાં રોમાંચક મેચમાં 13 બોલ બાકી હતા તે પહેલા અફઘાનિસ્તાને આપેલા 306 રનના લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. ન્યુઝીલૅન્ડે સાત દિવસમાં યજમાન પાકિસ્તાનને બે વખત અને દક્ષિણ આફ્રિકાને એક વખત ટ્રાઇ સીરિઝમાં હરાવ્યું હતું.
ભારતનો ન્યુઝીલૅન્ડ સામે નબળો રૅકોર્ડ
ન્યુઝીલૅન્ડની ટીમ ICC ટુર્નામેન્ટમાં હંમેશા ભારત માટે ખતરો રહી છે. બંને ટીમોના રૅકોર્ડની વાત કરીએ તો, ન્યુઝીલૅન્ડની ટીમે વનડે વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલ મેચમાં, વર્લ્ડ ચેમ્પિયનશીપ 2021ની ફાઇનલમાં અને T20 વર્લ્ડકપ 2021ના ગ્રૂપ રાઉન્ડ મેચમાં ભારતને હરાવ્યું છે. તેથી હવે ભારતે તેનથી સાવધાન રહેવું જરૂરી છે. બંને ટીમો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રૂપ રાઉન્ડની મેચ 2 માર્ચે દુબઈમાં યોજાશે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ ન્યુઝીલૅન્ડે ભારતને T20 વર્લ્ડકપ 2021માં હરાવ્યું હતું. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25માં 3 ટેસ્ટ મેચોની સીરિઝમાં તેણે ભારતને 0-3થી હરાવી દીધું હતું.