પાકિસ્તાનના નવા જાદુઈ સ્પિનરના મતે ઇમરાન-બાબર નહીં પણ આ ભારતીય દિગ્ગજ છે સર્વશ્રેષ્ઠ કેપ્ટન
Image: Facebook
Sajid Khan: તાજેતરમાં જ ઈંગ્લેન્ડની ટીમે 3 મેચની ટેસ્ટ સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. જ્યાં મેજબાન ટીમ પાકિસ્તાનને પોતાની પહેલી જ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લિશ બેટ્સમેનોએ પાકિસ્તાની ઝડપી બોલર્સને ધૂળ ચટાડી દીધી હતી. તે બાદ અંતિમ બે મેચમાં ટીમ મેનેજમેન્ટે સ્પિનર પર વિશ્વાસ વ્યક્ત કર્યો. પાકિસ્તાન સ્પિનર મેનેજમેન્ટના નિર્ણય પર ખરા પણ ઉતર્યા અને અન્ય બચેલી મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં પોતાની ટીમને જીત અપાવી.
સિરીઝ દરમિયાન સાજિદ ખાનનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેણે પોતાની ટીમ માટે ચાર ઈનિંગમાં 19 સફળતા મેળવી. બેટિંગ દરમિયાન તેના બેટથી 84 રન નીકળ્યા. જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' પણ પસંદ કરવામાં આવ્યા.
આ પણ વાંચો: VIDEO : મેદાન પર જ કેપ્ટન સાથે બાખડી પડ્યો વિન્ડિઝ ખેલાડી, ગુસ્સામાં ગ્રાઉન્ડ છોડી જતો રહ્યો
રાતોરાત સ્ટાર બન્યો સાજિદ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેષ્ઠ પ્રદર્શન બાદ સાજિદ ખાન પાકિસ્તાનમાં રાતોરાત સ્ટાર બની ગયો છે. પાકિસ્તાન જ નહીં ભારતમાં પણ તેની શ્રેષ્ઠ બોલિંગની ચર્ચા થઈ રહી છે. લોકો તેના વિશે બધું જ જાણવા ઈચ્છે છે. ચાહકોની આ ઉત્સુકતાને જોતાં અમુક મીડિયા સંસ્થાએ તેનો ખાસ ઈન્ટરવ્યૂ લીધો છે. જ્યાં તેણે જણાવ્યું કે તેનો ફેવરિટ કેપ્ટન કોણ છે.
આમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાનમાં અત્યાર સુધી ઘણા શ્રેષ્ઠ કેપ્ટન થયા છે. જેમાં ઈમરાન ખાનથી લઈને બાબર આઝમ સુધી, ઘણા મોટા નામ સામેલ છે પરંતુ 31 વર્ષીય સ્પિનરે ભારતીય પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પોતાનો ફેવરિટ કેપ્ટન ગણાવ્યો છે.
સાજિદે ધોનીને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો
સાજિદે પૂર્વ ભારતીય કેપ્ટનના વખાણ કરતાં તેને પોતાનો પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો છે. તાજેતરમાં જ આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે સાજિદને તેના નેતૃત્વ અનુભવ અને પ્રેરિત કરનાર કેપ્ટન વિશે પૂછવામાં આવ્યું તો તેણે ધોનીનું નામ લીધું.
પાકિસ્તાનના સ્પિનરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'સર્વશ્રેષ્ઠ કેપ્ટન એમએસ ધોની છે. તે શાંત, ધૈર્યવાન અને સફળ કેપ્ટન છે.' ધોનીની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયા આઈસીસીના ત્રણ મોટા ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહી. જેમાં 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી સામેલ છે.