ગૌતમ ગંભીર નહીં... ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને આ દિગ્ગજ આપશે કોચિંગ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
ગૌતમ ગંભીર નહીં... ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને આ દિગ્ગજ આપશે કોચિંગ 1 - image


Image: Facebook

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની સાથે જ ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું નામ હેડ કોચની રેસમાં સૌથી આગળ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગંભીરની તમામ શરતો માની લીધી છે, બસ સત્તાવાર તેની જાહેરાત થવાની બાકી છે.

...તો ઝિમ્બાબ્વે પ્રવાસ પર આ દિગ્ગજ કોચિંગ આપશે

જોકે હેડ કોચ બનવા પર પણ ગૌતમ ગંભીરના ઝિમ્બાબ્વે પ્રવાસ પર જવાની શક્યતા નથી. ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 6 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, જ્યાં બંને દેશોની વચ્ચે પાંચ ટી20 મેચ થવાની છે. રિપોર્ટ અનુસાર ઝિમ્બાબ્વે ટૂર પર વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના હેડ કોચની ભૂમિકામાં જોવા મળશે. ગંભીર જો કોચ બને છે તો તે શ્રીલંકા પ્રવાસની સાથે પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત 27 જુલાઈથી થવાની છે અને ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી આ પ્રવાસ જારી રહેવાની શક્યતા છે.

રાહુલ દ્રવિડે જ્યારે પણ બ્રેક લીધો છે તો વીવીએસ લક્ષ્મણ હંમેશા મુખ્ય રહ્યાં છે અને ટી20 વર્લ્ડ કપના તાત્કાલિક બાદ થનારી ઝિમ્બાબ્વેમાં પણ આવું જ ચાલુ રહેવાની આશા છે. વીવીએસ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ના વર્તમાન ડાયરેક્ટર છે. એટલું જ નહીં તે અંડર-19 મેન્સ ટીમનો હેડ કોચ પણ છે. 2022નો અંડર-19 વર્લ્ડ કપ યશ ઢુલ એન્ડ કંપનીએ વીવીએસ લક્ષ્મણની જ કોચિંગમાં જીત્યો હતો. લક્ષ્મણે કુલ 134 ટેસ્ટ મેચમાં 45.97 ની એવરેજથી 8781 રન બનાવ્યાં. 86 વનડે મેચમાં તેમના નામ પર 2338 રન નોંધાયા છે.

વીવીએસ લક્ષ્મણ પોતાના એનસીએ સ્ટાફ સાથે મળીને ઝિમ્બાબ્વેમાં થનારી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમને અંતિમ રૂપ આપવા જઈ રહ્યાં છે. બીસીસીઆઈ આ અઠવાડિયાના અંતમાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. જમણા હાથના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સિરીઝમાં મેન ઈન બ્લૂનું નેતૃત્વ કરી શકે છે.

ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસનો શેડ્યૂલ

6 જુલાઈ- પહેલી ટી20, હરારે

7 જુલાઈ- બીજી ટી20, હરારે

10 જુલાઈ- ત્રીજી ટી20, હરારે

13 જુલાઈ- ચોથી ટી20, હરારે

14 જુલાઈ- પાંચમી ટી20, હરારે

ગૌતમ ગંભીરની મેન્ટરશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો હતો. હવે હેડ કોચ બનવા પર તેને કેકેઆરની મેન્ટરશિપ છોડવી પડશે. ગંભીરે 4 ડિસેમ્બર 2018એ ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. ગંભીરે 58 ટેસ્ટ મેચમાં 41.95ની સરેરાશથી 4154 રન બનાવ્યા, જેમાં 9 સદી સામેલ છે. ગંભીરે 147 ઓડીઆઈમાં 39.68 ની સરેરાશથી 5238 રન બનાવ્યાં. વનડેમાં તેમણે 11 સદી ફટકારી. ગંભીરે ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પણ પોતાની છાપ છોડી. તેમણે 37 મેચમાં સાત અડધીસદીની મદદથી 932 રન બનાવ્યાં, જેમાં તેની સરેરાશ 27.41નો રહ્યો.


Google NewsGoogle News