Get The App

બુમરાહ કે શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો આ ખેલાડી મચાવશે તરખાટ, આકાશ ચોપડાની ભવિષ્યવાણી

Updated: Jan 27th, 2025


Google News
Google News
બુમરાહ કે શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો આ ખેલાડી મચાવશે તરખાટ, આકાશ ચોપડાની ભવિષ્યવાણી 1 - image

Aakash Chopra : ભારતીય ક્રિકેટ ટીમની તાકાત ગણાતા મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટીમના બોલિંગ આક્રમણની કમાન સંભાળનાર બોલર મોહમ્મદ સિરાજને નિરાશાજનક પ્રદર્શનને લઈને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. પરંતુ આમ છતાં પણ તે ટુર્નામેન્ટમાં રમી શકે છે. આવું ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાનું માનવું છે. તેમણે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ફિટનેસ પર શંકા વ્યક્ત કરી છે.

દોઢ વર્ષ પછી શમીની ટીમમાં વાપસી 

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાં સ્ટાર બોલર મોહમ્મદ શમીને સામેલ કરવામાં આવ્યો છે. લગભગ દોઢ વર્ષ પછી શમી ટીમમાં વાપસી કરશે. આ સિવાય તેને ઇંગ્લૅન્ડ સામેની T20 સીરીઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધીમાં રમાયેલી બે T20 મેચોની પ્લેયિંગ ઈલેવનમાં શમી રમી શક્યો નથી. તો બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલા બુમરાહને લઈને પણ કોઈ અપડેટ સામે આવી નથી. આ દરમિયાન આકાશ ચોપડાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે સિરાજની રમવાની હામી ભરી દીધી છે.   

તો સિરાજનો આપમેળે જ ટીમમાં સમાવેશ થઈ જશે

આકાશ ચોપડાએ કહ્યું હતું કે, 'શમીને તો તમે ભૂલી જ જાઓ. હું બુમરાહ અંગે પણ કંઈ નથી જાણતો. જે બોલરોની ટીમમાં પસંદગી કરવામાં આવી છે તેમાંથી એક જ ફીટ ઝડપી બોલર ઉપલબ્ધ છે (અર્શદીપ સિંહ). બાકી બેને લઈને મારી પાસે કોઈ જાણકારી નથી. જો તે બંનેમાંથી એક પણ બહાર થઈ જાય છે તો સિરાજનો આપમેળે જ ટીમમાં સમાવેશ થઈ જશે. સિરાજે સંપૂર્ણપણે તૈયાર રહેવું જોઈએ કારણ કે મને લાગે છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકે છે. અત્યાર સુધીમાં શમીએ એકપણ મેચ રમી નથી અને બુમરાહ કદાચ એક વનડેમાં રમી શકે છે. પરંતુ ગત વર્ષે આ જ મહિનાઓ દરમિયાન આપણે જોયું કે બુમરાહ ઘણી વખત ટીમમાં પસંદગી પામ્યો હતો પરંતુ છતાં પણ તે ટીમથી બહાર થઈ જતો હતો. કારણ કે, તે સંપૂર્ણપણે ફીટ નહોતો. મને ત્યાર સુધીમાં તેમની (જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી) સ્થિતિ અંગેની જાણકારી મળી નથી. પરંતુ સિરાજ કોઈક રીતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મેળવવામાં સફળ રહેશે.'

આ પણ વાંચો : ભારતીય ખેલાડીએ જીત્યો ICC વુમન વન ડે પ્લેયર ઑફ ધ યર, 2024માં 4 સદી ફટકારી હતી

23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ 

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરુઆત થવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ રમશે. આ સિવાય 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ યોજાશે. જેમાં હવે જોવું રહ્યું કે આ રોચક મેચ માટે પાકિસ્તાન પોતાની ટીમમાં ક્યા ખેલાડીઓનો સમાવેશ કરે છે.

બુમરાહ કે શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો આ ખેલાડી મચાવશે તરખાટ, આકાશ ચોપડાની ભવિષ્યવાણી 2 - image



Tags :
Aakash-ChopraChampions-Trophy-2025Mohammed-ShamiJasprit-BumrahMohammed-Siraj

Google News
Google News