બુમરાહ-જયસ્વાલ નહીં પણ પર્થમાં કાંગારૂઓ પર જીતમાં આ 5 સ્ટાર ખેલાડીઓની રહી દમદાર ભૂમિકા
Image: Facebook
India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત ભારતે દમદાર અંદાજમાં કરી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં આ રીતે ભારત 1-0 થી આગળ છે. ભારતે મેચ ચોથા દિવસે જ 295 રનથી પોતાના નામે કરી લીધી. ભારતીય ટીમની જીતના હીરોની વાત કરીએ તો આમાં ભલે જસપ્રીત બુમરાહ અને યશસ્વી જયસ્વાલનું યોગદાન સૌથી વધુ રહ્યું હોય પરંતુ તેમના સિવાય ત્રણ અન્ય એવા ખેલાડી છે, જેમના વિના આ ટેસ્ટમાં જીત નોંધાવી સરળ ન હોત. રોહિત શર્મા, મોહમ્મદ શમી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓની ગેરહાજરી આ ટેસ્ટ જીતને વધુ ખાસ બનાવે છે.
જસપ્રીત બુમરાહ
શરૂઆત કેપ્ટન બુમરાહની સાથે એટલા માટે કરી રહ્યાં છે કેમ કે જ્યારે ટીમ ઈન્ડિયા 150 રન પર ઓલઆઉટ થઈ હતી, ત્યારે કોઈને આશા નહતી કે ટીમ ઈન્ડિયા આ ટેસ્ટને જીતી શકશે. બુમરાહે પહેલી ઈનિંગમાં 18 ઓવરમાં લગભગ 30 રન આપીને પાંચ વિકેટ લીધી. બુમરાહે પહેલી ઈનિંગમાં 18 ઓવરમાં લગભગ 30 રન આપીને પાંચ વિકેટ ફટકારી. બુમરાહના આ પંજાની સાથે એક બાબત જે ખૂબ ખાસ હતી તે મેદાન પર તેની કેપ્ટનશિપ. બુમરાહને આ માટે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો પૂરો સાથ પણ મળ્યો, પરંતુ જે રીતે તેણે બોલિંગમાં ફેરફાર કર્યો અને સતત ઓસ્ટ્રેલિયા પર દબાણ કર્યું, તેનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. બુમરાહે બીજી ઈનિંગમાં પણ ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં જ ઝટકો આપીને ભયંકર દબાણમાં નાખી દીધા અને બીજી ઈનિંગમાં ખતરનાક નજર આવી રહેલા ટ્રેવિસ હેડની પણ વિકેટ લીધી.
યશસ્વી જયસ્વાલ
ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ટેસ્ટ સિરીઝ રમવા આવેલા યશસ્વી જયસ્વાલ માટે ભલે જ શરૂઆત સારી રહી ન હોય પરંતુ પહેલી ઈનિંગની સંપૂર્ણ ખોટ તેણે બીજી ઈનિંગમાં કાઢી દીધી. યશસ્વી પહેલી ઈનિંગમાં ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો અને બીજી ઈનિંગમાં 161 રનની જોરદાર ઈનિંગ રમી. તેની ઈનિંગના દમ પર જ ભારતે ઓસ્ટ્રેલિયાને સંપૂર્ણરીતે બેકફૂટ પર ધકેલી દીધું.
કેએલ રાહુલ
કેએલ રાહુલનું યોગદાન બિલકુલ ભૂલવું જોઈએ નહીં. પર્થ ટેસ્ટની પહેલી ઈનિંગમાં જ્યારે એક તરફથી વિકેટ પડી રહી હતી ત્યારે રાહુલ 74 બોલ રમ્યો અને 26 રનની મહત્ત્વની ઈનિંગ રમી. રાહુલ અનલકી રહ્યો જે રીતે તેને આઉટ આપવામાં આવ્યો હતો જો તે ન થાત તો કદાચ તે પહેલી ઈનિંગમાં પણ પચાસ કે તેનાથી ઓછા રન તો કરી જ લેત પરંતુ બીજી ઈનિંગમાં તેણે ફિફ્ટી ફટકારી અને યશસ્વીની સાથે પહેલી વિકેટ માટે 201 રનની ભાગીદારી પણ નિભાવી. કેએલે 176 બોલ પર 77 રનનું યોગદાન આપ્યુ.
આ પણ વાંચો: IND vs AUS: ભાઈ! સમ ખાઈને કહું છું આઉટ જ હશે, બુમરાહ પાસે રિવ્યુની આજીજી કરતાં ભારતીય બોલરનો VIDEO
વિરાટ કોહલી
વિરાટ કોહલી માટે ઓસ્ટ્રિલિયામાં રમવું શું છે, આ કોઈને જણાવવાની જરૂર નથી. ઓસ્ટ્રેલિયામાં વિરાટના રેકોર્ડ્સ જણાવે છે કે તેને ત્યાં રમવું કેટલું ફાવે છે. પહેલી ઈનિંગમાં પાંચ રન પર આઉટ થનાર વિરાટે બીજી ઈનિંગમાં સદી ફટકારી અને કરિયરની 30મી ટેસ્ટ સદી ફટકારી. વિરાટની બેટિંગથી ભારતે ઓસ્ટ્રેલિયાને સંપૂર્ણરીતે ગેમથી બહાર કરી દીધું.
નીતીશ કુમાર રેડ્ડી
ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા નીતીશ કુમાર રેડ્ડીએ બંને ઈનિંગમાં બેટિંગથી તો પ્રભાવિત કર્યા જ બીજી ઈનિંગમાં બોલિંગની તક મળવા પર પણ તેણે વિકેટ લીધી. પહેલી ઈનિંગમાં નીતીશ ભારત તરફથી બેસ્ટ સ્કોરર રહ્યો અને તેની 41 રનની ઈનિંગમાં મેચમાં મોટું અંતર પણ પેદા કર્યું. નીતીશે 59 બોલ પર 41 રન બનાવ્યા અને છ ચોગ્ગાની સાથે એક સિક્સર ફટકારી. તે બાદ બીજી ઈનિંગમાં તેણે 27 બોલ પર નોટઆઉટ 38 રન બનાવ્યા જ્યારે બોલિંગ દરમિયાન તેણે મિચેલ માર્શની વિકેટ લીધી.