ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ, ILT20માં નહીં રમી શકે, કારણ પણ ચોંકાવનારું

ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા નૂરે 13 મેચમાં 16 વિકેટ લીધી છે

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ, ILT20માં નહીં રમી શકે, કારણ પણ ચોંકાવનારું 1 - image
Image:File Photo

Noor Ahmad Banned For 12 Months : IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર ​​નૂર અહેમદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નૂર પર 12 મહિના માટે ILT20માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેની ફ્રેન્ચાઇઝી શારજાહ વોરિયર્સે નૂર અહેમદને ઇન્ટરનેશનલ લીગમાંથી પ્રતિબંધિત કર્યો હતો. તેના પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

નૂર અહેમદ પર 12 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો

નૂર અહેમદને શારજાહ વોરિયર્સે 1 સિઝન માટે સાઈન કર્યો હતો. આ પછી ફ્રેન્ચાઇઝી નૂરને આગામી સીઝન માટે રિટેન કરવા માંગતી હતી. તેને રિટેન્શન નોટિસ પણ રજૂ કરવામાં આવી હતી. પરંતુ અહેમદે તેના પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં તેના પર 12 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નૂર અહેમદ માત્ર શારજાહ વોરિયર્સ જ નહીં ILT20માં કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે રમી શકશે નહીં.

IPLમાં ગયા વર્ષે કર્યું હતું ડેબ્યુ

19 વર્ષીય નૂર અહેમદે અફઘાનિસ્તાન માટે અત્યાર સુધી 9 ODI મેચ રમી છે, જેમાં તેણે 8 વિકેટ ઝડપી છે. જયારે તેણે 6 T20I મેચમાં 5 વિકેટ લીધી છે. એટલું જ નહીં પરંતુ નૂર IPL પણ રમી ચૂક્યો છે. તેણે ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા IPLમાં ડેબ્યુ કર્યું હતું. નૂરે 13 IPL મેચમાં 16 વિકેટ લીધી છે.

ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ, ILT20માં નહીં રમી શકે, કારણ પણ ચોંકાવનારું 2 - image


Google NewsGoogle News