VIDEO : વિકેટકીપરની ભૂલને કારણે નો-બોલ! ક્રિકેટનો આ નિયમ જાણી તમે પણ ચોંકી જશો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
VIDEO : વિકેટકીપરની ભૂલને કારણે નો-બોલ! ક્રિકેટનો આ નિયમ જાણી તમે પણ ચોંકી જશો 1 - image


Vitality T20 Blast 2024: ક્રિકેટમાં ઘણાં એવા નિયમો છે કે જેને લઈને ત્યારે જ ખબર પડે છે કે, જ્યારે તેની સાથે જોડાયેલી કોઈ ઘટના સામે આવે છે.  નો-બોલ માટે મોટાભાગે બોલરો જવાબદાર હોય છે, અથવા તો જો કેપ્ટને નિર્ધારિત નિયમો અનુસાર ફિલ્ડિંગને ગોઠવી ના હોય તો આવું બની શકે છે. પરંતુ નો-બોલને લઈને પણ એક નિયમ છે, જે વિકેટકીપર સાથે પણ સંબંધિત છે. 

Vitality T20 Blast 2024 ટુર્નામેન્ટમાં પણ કંઈક આવી જ ઘટના જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 5 સપ્ટેમ્બરના રોજ નોર્થમ્પટશાયર અને સમરસેટ વચ્ચે યોજાયેલ મેચમાં સમરસેટે 17 રને જીત મેળવી હતી. નોર્થમ્પટશાયરની આ હારમાં તેમના વિકેટ કીપર લુઈસ મેકમેનસની મોટી ભૂમિકા હતી. તેની એક ભૂલે સમરસેટના ટોમ કોલર કેડમોરને નવું જીવનદાન મળ્યું હતું અને એક નો-બોલ પણ મળ્યો હતો. ક્રિકેટમાં આવો નો-બોલ તમે ભાગ્યે જ જોયો હશે.

હકીકતમાં જ્યારે કોલર 31 બોલમાં 41 રન કરી રમી રહ્યો હતો, ત્યારે તેને નવું જીવનદાન મળ્યું હતું. જેણે નોર્થમ્પટશાયરને ઘણું નુકશાન પહોંચાડ્યું હતું. આ પછી કોલર 43 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો. સૈફ જેબ નોર્થમ્પટશાયર માટે 14મી ઓવર નાખવા આવ્યો હતો. તેણે ટોમ બેન્ટનને આઉટ કર્યો હતો. ઓવરના ચોથા બોલ પર કોલર સામે સ્ટમ્પિંગ કરવાની જોરદાર અપીલ કરાઈ હતી. જેને  લઈને થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી.

થર્ડ અમ્પાયરે રિપ્લેમાં જોયું કે જ્યારે બોલ ફેંકવામાં આવ્યો ત્યારે વિકેટકીપર મેકમેનસના ગ્લોવ્ઝ સ્ટમ્પની આગળ હતા. ક્રિકેટના નિયમ અનુસાર, જયારે બોલ ફેંકવામાં આવે ત્યારે વિકેટકીપરે સ્ટમ્પની પાછળ રેહવું જોઈએ. થર્ડ અમ્પાયર એ ચકાસી રહ્યા હતા કે. કોલર આઉટ છે કે નહીં, પરંતુ તે પહેલા મેકમેનસના ગ્લોવ્ઝ સ્ટમ્પની આગળ હોવાનું ધ્યાને આવતા થર્ડ અમ્પાયરે આ બોલને નો-બોલ જાહેર કર્યો હતો. 

આ પણ વાંચો: મેચની સુરક્ષામાં ફરી ચૂક! બેરિકેડ કૂદીને ઋતુરાજ ગાયકવાડની પાસે પહોંચ્યો ચાહક

જેના કારણે સમરસેટને ફ્રી હિટ મળી હતી અને કોલરે આગલા બોલ પર છગ્ગો ફક્કાર્યો હતો. સમરસેટે 20 ઓવરમાં ત્રણ વિકેટે 215 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નોર્થમ્પટશાયરની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 198 રન જ બનાવી શકી. આ એક ક્વાર્ટર ફાઈનલ મેચ હતી અને નોર્થમ્પશાયર હવે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે સમરસેટ સેમિ ફાઈનલમાં હવે સરે સામે ટકરાશે.

VIDEO : વિકેટકીપરની ભૂલને કારણે નો-બોલ! ક્રિકેટનો આ નિયમ જાણી તમે પણ ચોંકી જશો 2 - image


Google NewsGoogle News