ટીમ ઈન્ડિયામાં મોકો મળ્યાંના 48 કલાકમાં જ થયો બહાર, ડેબ્યૂ કરવાનું સપનું તૂટ્યું, આપ્યું મોટું નિવેદન

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Nitish Reddy


Nitish Reddy's Big Statement after injury: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજથી એટલે કે 7મી જુલાઈથી 5 મેચની T20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝ માટે શુભમન ગિલની કેપ્ટનશીપમાં એક  યુવા ટીમ રમવા ઉતરશે. પરંતું આ ભારતીય ટીમમાં એ ખેલાડીઓને તક આપવામાં આવી છે, જે ખેલાડીઓએ IPL 2024માં પોતાનું શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતું. અને તેમાથી એક નામ યુવા ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીનું પણ હતું. પરંતુ ટીમ સિલેક્શનના 48 કલાકમાં જ તેમને ઈજા થવાના કારણે ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. જેથી હવે ઝિમ્બાબ્વે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાનું તેનું સપનું રોળાઈ ગયું છે. નીતીશ રેડ્ડીએ હવે તેમની વાપસી પર મોટું નિવેદન આપ્યું છે.

ઈજાના કારણે ટીમની બહાર થવા પર નીતિશ રેડ્ડીનું મોટું નિવેદન

નીતિશ રેડ્ડી IPL 2024 માં ચર્ચામાં આવ્યા હતા. કારણ કે, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતી વખતે તેમણે શાનદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું હતું. ત્યાર બાદ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયા હતા. પરંતુ ઈજાએ તેની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. નીતિશ કુમારે તેને થયેલી ઈજા અંગે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'આ રમતનો એક ભાગ છે, તેથી હું આ ઈજાને મારા મગજ પર નથી લેતો. હું મારા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરી રહ્યો છું. દરેક જગ્યાએ તકો છે, અને તક આવે ત્યારે દરેક રીતે તમારે તૈયાર રહેવું પડશે. મારા માટે આ પહેલી તક હતી,  અને હું તેનાથી ખૂબ જ ખુશ હતો. ઈજા દુનિયાભરના કોઈપણ એથ્લેટ માટે એક મોટી સમસ્યા હશે, એટલે હું આ ઈજામાંથી બહાર આવતાં હું મેદાન પર પાછો ફરીશ, અને ત્યારે મને કોઈ વસ્તું કરતાં વધારે ખુશી મળશે.'

કેવી રીતે નીતિશ રેડ્ડી સિક્સ હિટર બન્યા

IPLની આ સિઝનમાં મોટા-મોટા શૉટ ફટકારીને નીતીશ રેડ્ડીએ ચાહકોને દિવાના બનાવી દીધા હતા. આ સિઝનમાં નીતિશે 13 મેચ રમીને 303 રન બનાવ્યા હતાં. અને સિક્સ હિટર બનવા માટે તેણે ઘણી મહેનત પણ કરી છે. 21 વર્ષીય નીતીશ રેડ્ડીએ કહ્યું કે, મને પહેલા વર્ષે બેટિંગ કરવાની તક નહોતી મળી. તે પછી મેં 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલનો સામનો કરવાની પ્રેક્ટિસ કરી. રમતની શરુઆતમાં મને પાંસળી અને જાંઘ પર ઈજા પહોંચી હતી. પરંતુ મેં હંમેશા કહું છું કે, મારે ગતિથી ડરવું ન જોઈએ. અને સતત પ્રેક્ટિસ બાદ એક મહિના પછી મેં ઝડપી બોલ પર સારી બેટિંગ કરવાનું શરૂ કર્યું. હું દરરોજ લગભગ એક કલાક શેડો પ્રેક્ટિસ કરતો રહું છું, જેના કારણે મને મારી બેટિંગ સુધારવામાં મદદ મળી રહે છે. 


Google NewsGoogle News