Get The App

પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં ટોપ સ્કોરર રહ્યો નીતિશ રેડ્ડી, અપર કટથી તો દિલ જીતી લીધું

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં ટોપ સ્કોરર રહ્યો નીતિશ રેડ્ડી, અપર કટથી તો દિલ જીતી લીધું 1 - image
Representative image

IND Vs AUS, Nitish kumar reddy: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી મેચમાં જ્યાં ભારતીય બેટરો એક પછી એક ધરાશાયી થઇ ગયા હતા ત્યાં નવોદિત ખેલાડી નીતિશ કુમાર રેડ્ડીએ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. રેડ્ડીએ પોતાની કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોને જડબાતોડ જવાબ આપ્યો હતો. નીતિશે આઉટ થતા પહેલા પેટ કમિન્સ સામે  શાનદાર છગ્ગો માર્યો હતો. 

નીતિશનું શાનદાર પ્રદર્શન

આ 21 વર્ષીય યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ પર્થ જેવી ઝડપી અને ઉછાળ ધરાવતી પિચ પર શાનદાર બેટિંગ કરી હતી. નીતિશને ભવિષ્યનો સ્ટાર કહેવામાં આવી રહ્યો છે. તેણે ગત IPL સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે બેટિંગ અને બોલિંગમાં હલચલ મચાવી હતી.

જ્યારે વિરાટ કોહલી, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જેવા દિગ્ગજ ખેલાડીઓ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમની ઝડપી અને ઉછાળવાળી પિચ પર સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યારે નીતિશ કુમાર રેડ્ડીએ 59 બોલમાં 41 રનની જોરદાર ઇનિંગ રમી હતી જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. પહેલી ઇનિંગમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટર હતો. 

આ પણ વાંચો : IND vs AUS: પર્થમાં ભારતીય ફાસ્ટ બોલર્સનો તરખાટ, પ્રથમ દિવસના અંતે કંગારુઓના 7 વિકેટે 67 રન

ટોપ ઓર્ડરનો ધબડકો 

નીતિશની આ શાનદાર ઇનિંગના આધારે ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 159 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 49.4 ઓવરમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વિકેટકીપર રિષભ પંતે 37 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલ 26 રન બનાવીને વિવાદાસ્પદ રીતે આઉટ થઇ ગયો હતો. જયારે વિરાટ કોહલીએ 5 રનનું યોગદાન આપ્યું હતું. અને યશસ્વી જયસ્વાલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં ટોપ સ્કોરર રહ્યો નીતિશ રેડ્ડી, અપર કટથી તો દિલ જીતી લીધું 2 - image


Google NewsGoogle News