Get The App

નીતિશ, વરુણ સહિત આ ત્રણ ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે ડેબ્યૂ, એક તો વિસ્ફોટક બેટર

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
નીતિશ, વરુણ સહિત આ ત્રણ ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે ડેબ્યૂ, એક તો વિસ્ફોટક બેટર 1 - image

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચથી કરશે. જો કે, હજુ સુધી આ ટુર્નામેન્ટ માટે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમની જાહેરાત કરવામાં આવી નથી. એવામાં અટકળો ચાલી રહી છે કે ઘણાં યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે. આ સ્થિતિમાં ચાલો આપણે જાણીએ એવા 3 ભારતીય ખેલાડીઓ વિશે કે જેમનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત માટે વનડે,માં ડેબ્યૂ કરવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે.  

નીતિશ કુમાર રેડ્ડી

ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચનાર 21 વર્ષીય યુવા ઓલરાઉન્ડર ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું વનડે ડેબ્યૂ કરી શકે છે. ટેસ્ટ અને T20I મેચોમાં પોતાના શાનદાર પ્રદર્શન કરી તેણે પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. જેથી તે હેવે વનડેમાં ડેબ્યૂ કરવા માટે એક મજબૂત દાવેદાર છે. BGTમાં તેણે 7 ઇનિંગ્સમાં 294 રન બનાવ્યા અને 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાની ઈજાની સમસ્યાઓને કારણે નીતિશને તેના બેકઅપ તરીકે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પસંદ કરી શકાય છે.

વરુણ ચક્રવર્તી

હજુ સુધી સ્પીનર ​​વરુણ ચક્રવર્તીએ ભારત માટે એક પણ વનડે મેચ રમી નથી. છેલ્લા એક વર્ષમાં તેના આંકડા યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈ કરતા પણ સારા છે. જેના કારણે તે ભારતના ટોચના સ્પીનરમાનો એક બની ગયો છે. વરુણે આ વર્ષે વિજય હજારે ટ્રોફીમાં ઓછી મેચ રમી હતી. છતાં તેણે તમિલનાડુ માટે  41 વિકેટ લીધી છે. તેના સતત શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ કરી શકાય છે.

આ પણ વાંચો : યુવરાજે વર્લ્ડકપ જીતાડયો, કેન્સર સામે લડ્યો છતાં કોહલીએ કરિયર ખતમ કર્યું, રોબિન ઉથપ્પાનો આરોપ

અભિષેક શર્મા

T20Iમાં શાનદાર પ્રદર્શન કરનાર અભિષેક શર્માને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સ્થાન મળી શકે છે અને આ ટુર્નામેન્ટ દ્વારા તે ડેબ્યૂ પણ કરી શકે છે. અભિષેક શર્માએ વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે અનુક્રમે 93, 170, 66, 17, 41 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. અભિષેકે આ ટુર્નામેન્ટમાં 66 ની સરેરાશ અને 141ના સ્ટ્રાઇક રેટથી 397 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 170 રહ્યો છે. માત્ર બેટ જ નહીં તેણે જાદુઈ સ્પીન બોલિંગથી વિજય હજારે ટ્રોફી 2025માં 8 વિકેટ પણ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેનો ઇકોનોમી રેટ 5.1 રહ્યો હતો.નીતિશ, વરુણ સહિત આ ત્રણ ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે ડેબ્યૂ, એક તો વિસ્ફોટક બેટર 2 - image



Google NewsGoogle News