Get The App

ક્રિકેટ રસિકોના દિલ ખુશ થઈ જાય તેવા સમાચાર! નિવૃત્તિ અંગે વિરાટ કોહલીનો મોટો નિર્ણય

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ક્રિકેટ રસિકોના દિલ ખુશ થઈ જાય તેવા સમાચાર! નિવૃત્તિ અંગે વિરાટ કોહલીનો મોટો નિર્ણય 1 - image

Virat Kohli : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીની નિષ્ફળતા જોયા પછી જો તમે વિચારી રહ્યા છો કે તે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેશે તો તમે ખોટા છો. કારણ કે તેનો હમણાં નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે અત્યારે નિવૃત્ત થવાના મૂડમાં નથી. આ સ્થિતિમાં સવાલ એ છે કે અત્યારે નહીં તો ક્યારે? વિરાટ કોહલી ક્યારે સંન્યાસ લેશે? આ પ્રશ્નનો જવાબ જરૂરી બની ગયો છે. કારણ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે.

વિરાટ કોહલીનું સતત નિરાશાજનક પ્રદર્શન 

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીની એકમાત્ર સિદ્ધિ પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં તેની સદી હતી. તે સદી સાથે તેણે 9 ઇનિંગ્સમાં 23.75ની નબળી સરેરાશ સાથે 190 રન બનાવ્યા હતા. એટલે કે બાકીની 8 ઈનિંગ્સમાં તે કંઈ ખાસ રમ્યો ન હતો. જેના કારણે તેના માટે 200 રનનો આંકડો પાર કરવો પણ મુશ્કેલ બની ગયો હતો. વિરાટ કોહલી જે 8 ઇનિંગ્સમાં આઉટ થયો હતો તેમાં મોટાભાગે તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને રમવા જઈ રહ્યો હતો. તે આઠ વખત એક જ રીતે આઉટ થયો હતો.  

નિવૃત્તિ લેવાનો કોહલીનો કોઈ ઈરાદો નથી

હવે સવાલ એ છે કે આટલા શરમજનક પ્રદર્શન બાદ હવે વિરાટ આગળ શું નિર્ણય લેશે? હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. જે રીતે સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ પણ રોહિતે આગળ રમવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. એવું વિરાટે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. જો કે એક અહેવાલ અનુસાર વિરાટને પણ અત્યારે નિવૃત્તિ લેવાનો ઈરાદો નથી.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અને શુભમન ગિલનું પત્તું કપાશે! વનડેમાં આ સ્ટાર બોલરને વાઇસ કેપ્ટન બનાવશે ભારત

શું  વિરાટ કે રોહિત રણજી ટ્રોફીમાં રમશે? 

હવે ભારતીય ટીમ આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ રમશે. એક પૂર્વ પસંદગીકારે કહ્યું હતું કે, રોહિત હોય કે વિરાટ જો તેમને આગામી ટેસ્ટ સીરિઝ રમવી હશે તો તેમને રેડ બોલની ક્રિકેટ રમવી પડશે. માત્ર IPLના પ્રદર્શનના આધારે તેની પસંદગી થઈ શકે નહીં. કોહલી વર્ષ 2012 થી અને રોહિત વર્ષ 2015 થી પોતપોતાના રાજ્યો માટે રેડ બોલ ક્રિકેટ રમ્યા નથી. રણજી ટ્રોફીની આગામી સિઝન ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ રહી છે. જેની તારીખો ઈંગ્લેન્ડ સામે વ્હાઈટ બોલની સીરિઝ સાથે ટકરાશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત, બુમરાહ અને વિરાટ તે સીરિઝમાં નહીં રમે. જો આમ થશે તો વિરાટ કે રોહિત રણજી ટ્રોફીમાં રમશે કે કેમ તે એક મોટો પ્રશ્ન હશે.ક્રિકેટ રસિકોના દિલ ખુશ થઈ જાય તેવા સમાચાર! નિવૃત્તિ અંગે વિરાટ કોહલીનો મોટો નિર્ણય 2 - image



Google NewsGoogle News