T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યુસને રચ્યો ઈતિહાસ, પહેલીવાર નોંધાયો આવો રેકોર્ડ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યુસને રચ્યો ઈતિહાસ, પહેલીવાર નોંધાયો આવો રેકોર્ડ 1 - image


Image Source: Twitter

Most Economical Spell in T20I: T20 વર્લ્ડ કપની 39મી મેચ ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ફઆસટ બોલર લોકી ફર્ગ્યુસને ઘાતક બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. તેની બોલિંગના આંકડા જોઈને તમારા પણ હોશ ઉડી જશે. લોકી ફર્ગ્યુસને T20 વર્લ્ડ કપ 2024ની 39મી મેચમાં પોતાની સ્પેલમાં એક પણ રન ન આપ્યો અને ત્રણ વિકેટ પણ ઝડપી. તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મેચમાં 4 મેડન ઓવર કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં લોકી ફર્ગ્યુસને રચ્યો ઈતિહાસ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં લોકી ફર્ગ્યુસને પાપુઆ ન્યુ ગિની સામેની મેચમાં પુરુષ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી  ઘાતક બોલિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પોતાની સ્પેલમાં 0 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. T20 વર્લ્ડ કપમાં આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય T20માં આ સિદ્ધિ મેળવનાર તે બીજો બોલર બન્યો છે. આ પહેલા કેનેડાના સાદ બિન ઝફરે 2021માં પનામા સામેની ટી-20 મેચમાં 4 ઓવરમાં 4 મેડન ઓવર કરીને બે વિકેટ ઝડપી હતી.

સુપર-8ની મેચ 19 જૂનથી રમાશે

ન્યૂઝીલેન્ડે ICC T20 વર્લ્ડ કપના ગ્રૂપ C મેચમાં પાપુઆ ન્યૂ ગિનીને 78 રનમાં આઉટ કરી દીધી હતી. બંને ટીમો પહેલેથી જ સુપર આઠમાં સ્થાન મેળવવાની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, તેથી આ માત્ર ઔપચારિકતા મેચ છે. ગ્રૂપ-Cમાંથી અફઘાનિસ્તાન અને સહ યજમાન વેસ્ટ ઈન્ડિઝે સુપર-8માં એન્ટ્રી મારી લીધી છે. T20 વર્લ્ડ કપ 2024માં સામેલ થનારી 20માંથી 12 ટીમો આગામી રાઉન્ડ (સુપર-8) માટે ક્વોલિફાય કરી ચૂકી છે. સુપર-8ની મેચ બુધવાર (19 જૂન)થી ચાલુ થવા જઈ રહી છે. 




Google NewsGoogle News