Get The App

World Cup 2023 : NZ vs SA : વર્લ્ડકપમાં સતત ત્રીજી વખત હારી ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકાની સેમિફાઈનલમાં એન્ટ્રી !

સાઉથ આફ્રિકાનો સ્કોર : 50 ઓવરમાં 357/4, ડી કોકના 114, ડુસેનના 113, મિલરના 53 રન, કેશવ મહારાજની 4, માર્કો જેન્સેનની 3 વિકેટ

ન્યુઝીલેન્ડનો સ્કોર : 35.3 ઓવરામાં 167/10, ગ્લેન ફિલિપ્સના 66 રન, ટીમ સાઉથીની 2 વિકેટ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ નીશમની 1-1 વિકેટ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
World Cup 2023 : NZ vs SA : વર્લ્ડકપમાં સતત ત્રીજી વખત હારી ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકાની સેમિફાઈનલમાં એન્ટ્રી ! 1 - image


પુણે, તા.01 નવેમ્બર-2023, બુધવાર

New Zealand vs South Africa World Cup 2023 : આજે વર્લ્ડ કપ 2023ની 32મી મેચમાં ન્યુઝીલેન્ડનો શરમજનક હાર થઈ છે. સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 167 રને પરાજય આપી સેમિફાઈનલમાં એન્ટ્રી પાક્કી કરી લીધી છે. સાઉથ આફ્રિકાએ નિર્ધારીત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 357 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 35.3 ઓવરમાં 167 રને ઓલઆઉટ થઈ ગઈ છે. આ અગાઉ ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા 7 મેચમાં 6 જીત મેળવી 12 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડ 7 મેચમાં 4 જીત સાથે ચોથા ક્રમાંકે છે.

આફ્રિકાના 3 બેટ્સમેનોની વિસ્ફોટક બેટીંગ કર્યો કમાલ

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ત્રણ બેટ્સમેનોની વિસ્ફોટ બેટીંગના કારણે સાઉથ આફ્રિકા ન્યુઝીલેન્ડ સામે મોટો સ્કોર ખડકવામાં સફળ થયું હતું. ટીમ તરફથી ક્વિન્ટન ડી કોકે 114 રન, રાસી વાન ડેર ડુસેને 113 રન અને ડેવિડ મિલરે 53 રન ફટકાર્યા છે. બોલિંગની વાત કરીએ તો કેશવ મહારાજે શ્રેષ્ઠ પ્રદર્શન કરી 4 વિકેટ ખેરવી છે, તો માર્કો જેન્સેને 3 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 2 વિરેટ, જ્યારે કાગીસો રબાડાએ 1 વિકેટ ખેરવી છે.

ન્યુઝીલેન્ડ બેટ્સમેનોનો ફ્લોપ શો

આજની મેચમાં ન્યુઝીલેન્ડના એક માત્ર ખેલાડી ગ્લેન ફિલિપ્સે 66 રન ફટકાર્યા હતા, જ્યારે તેના 8 ખેલાડીઓ ડબલ ડિઝિટ રન પણ બનાવી શક્યા નથી. બોલિંગની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 2 વિકેટ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ નીશમએ 1-1 વિકેટ ઝડપી છે.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં બંને ટીમોએ એક-એક ફેરફાર કર્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમમાં લોકી ફર્ગ્યુસનના સ્થાને ટિમ સાઉધી જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં તબરેઝ શમ્સીની જગ્યાએ કાગીસો રબાડાને લેવાયો હતો.

વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનું પલડું ભારે

સાઉથ આફ્રિકા સામે વનડેમાં ન્યુઝીલેન્ડનું પ્રદર્શન બહુ સારું નથી. આજની મેચ અગાઉ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 71 વનડે મેચ રમાઈ છે. જેમાં ન્યૂઝીલેન્ડે 25 મેચ જયારે સાઉથ આફ્રિકાએ 41 મેચ જીતી છે. આ ઉપરાંત 5 મેચ અનિર્ણિત રહી છે. જો કે ODI World Cupમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે. બંને ટીમો વચ્ચે ODI World Cupમાં અત્યાર સુધી 8 વખત ટક્કર થઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડે 6 અને સાઉથ આફ્રિકાએ માત્ર 2માં જીત મેળવી છે.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : NZ vs SA : વર્લ્ડકપમાં સતત ત્રીજી વખત હારી ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકાની સેમિફાઈનલમાં એન્ટ્રી ! 2 - image

World Cup 2023 : NZ vs SA : વર્લ્ડકપમાં સતત ત્રીજી વખત હારી ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકાની સેમિફાઈનલમાં એન્ટ્રી ! 3 - image


Google NewsGoogle News