World Cup 2023 : NZ vs AFG - ન્યુઝીલેન્ડનો અફઘાનિસ્તાન સામે 149 રને વિજય, સેન્ટનર-ફર્ગ્યુસનની 3-3 વિકેટ

ન્યુઝીલેન્ડનો સ્કોર : 50 ઓવરમાં 288/6, ફિલિપ્સ-લાથમ-યોંગની ફિફ્ટી, સેન્ટનર-ફર્ગ્યુસનની 3-3 વિકેટ

અફઘાનિસ્તાનનો સ્કોર : 34.5 ઓવરમાં 139 રને ઓલઆઉટ, નવીન ઉલ હક-ઓમરઝાઈની 2-2 વિકેટ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : NZ vs AFG - ન્યુઝીલેન્ડનો અફઘાનિસ્તાન સામે 149 રને વિજય, સેન્ટનર-ફર્ગ્યુસનની 3-3 વિકેટ 1 - image


ચેન્નાઈ, તા.18 ઓક્ટોબર-2023, બુધવાર

New Zealand vs Afghanistan World Cup 2023 : વર્લ્ડકપ-2023ની આજે 16મી મેચમાં ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રને પરાજય આપ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 6 વિકેટે 288 રન બનાવ્યા હતા, જેની સામે અફઘાનિસ્તાનની ટીમ 34.5 ઓવરમાં 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ અને વિલ યોંગ ફિફ્ટી ફટકારી ટીમનો મજબુત સ્કોર ઉભો કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.  આ અગાઉ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. 

ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવ્યું

ન્યુઝીલેન્ડની ટીમ આ જીત સાથે જ વર્લ્ડકપ-2023ના પોઈન્ટ ટેબલમાં ચાર મેચમાં ચાર જીત સાથે પહેલા સ્થાને આવી ગયું છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 4 મેચમાં એક જીત અને ત્રણ હાર સાથે 5માં સ્થાને છે.

ન્યુઝીલેન્ડના ત્રણ ખેલાડીની ફિફ્ટી

ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે (Glenn Phillips) 81 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 71 રન, ટોમ લાથમે (Tom Latham) 74 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 68 રન જ્યારે વિલ યોંગે (Will Young) 64 બોલમાં 4 ફોર અને 3 સિક્સ સાથે 54 રન ફટકાર્યા છે. જ્યારે માર્ક ચપમને 12 બોલમાં 2 ફોર અને 1 સિક્સ સાથે 25 રન, ડેવેન કોનવેયે 20 રન ફટકાર્યા છે.

નવીન ઉલ હક અને ઓમરઝાઈની 2-2 વિકેટ

અફઘાનિસ્તાન તરફથી નવીન ઉલ હક અને અઝમતુલ્લા ઓમરઝાઈની 2-2 વિકેટ, મુજીબ રહેમાન અને રાશિદ ખાનની 1-1 વિકેટ ઝડપી છે. આ મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તો ટીમમાં રહમત શાહે 36 રન, અઝમતુલ્લા ઉમરઝાઈએ 27 રન, ઈકરામ અલીખિલે 19 રન, ઈબ્રાહીમ ઝાદરાને 14 રન જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝ 11 રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના તમામ બેટરો 2 આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.

સેન્ટનર-ફર્ગ્યુસનની 3-3 વિકેટ

ન્યુઝીલેન્ડ તરફથી મિચેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસન ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ બે વિકેટ, મેટ હેનરી અને રચિન રવિન્દ્રએ 1-1 વિકેટ ઝડપી હતી.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : NZ vs AFG - ન્યુઝીલેન્ડનો અફઘાનિસ્તાન સામે 149 રને વિજય, સેન્ટનર-ફર્ગ્યુસનની 3-3 વિકેટ 2 - image

World Cup 2023 : NZ vs AFG - ન્યુઝીલેન્ડનો અફઘાનિસ્તાન સામે 149 રને વિજય, સેન્ટનર-ફર્ગ્યુસનની 3-3 વિકેટ 3 - image


Google NewsGoogle News