Get The App

T20 વર્લ્ડકપમાં વધુ એક મેજર અપસેટ, ન્યૂઝીલેન્ડ 75 રનમાં સમેટાઈ, અફઘાનનો 84 રનથી વિજય

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડકપમાં વધુ એક મેજર અપસેટ, ન્યૂઝીલેન્ડ 75 રનમાં સમેટાઈ, અફઘાનનો 84 રનથી વિજય 1 - image

Image: IANS



New Zealand vs Afghanistan T20 World Cup 2024: અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડ કપ 2024માં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને ધૂળ ચટાડી દીધા છે. પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી અફઘાનિસ્તાન બનામ ન્યૂઝીલેન્ડ મેચમાં અફઘાનિસ્તાને ઐતિહાસિક જીત મેળવી છે.

ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 75 રનમાં સમેટી અફઘાનિસ્તાને 84 રન સાથે જીત હાંસલ કરી હતી. ટી20 મેચ અફઘાનિસ્તાનની ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આ પ્રથમ ઐતિહાસિક જીત છે. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 આંતરરાષ્ટ્રીય મેચોમાં હરાવી છે. જ્યારે ટી20 વર્લ્ડ કપ મેચમાં ન્યૂઝીલેન્ડને પ્રથમ વખત હરાવી છે.

ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો

ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 75 રન જ બનાવી શકી હતી. 

આક્રમક બોલિંગ-બેટિંગ

અફઘાનિસ્તાનની ટીમની જીતના હીરો રહમાનુલ્લાહ ગુરબાજ રહ્યા હતા. જેણે 56 બોલમાં 80 રન બનાવ્યા હતા. તે  મેચનો પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ઈબ્રાહિમ ઝાદરાને 44 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના બોલર ફજલહક ફારૂકી અને કેપ્ટન રાશિદ ખાને 4-4 વિકેટ ઝડપી હતી. ફારૂકી ટી20 મેચમાં 4થી વધુ વિકેટ ઝડપનાર અફઘાનિસ્તાનના પ્રથમ બોલર છે.

અફઘાનિસ્તાનની ખાસ પળો

આ મેચમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ (80 રન, 56 બોલ, 5 ચોગ્ગા અને 5 છગ્ગા) અને ઈબ્રાહિમ ઝાદરાને (44 રન, 41 બોલ, 3 ચોગ્ગા, 2 છગ્ગા) અફઘાનિસ્તાન માટે પ્રથમ વિકેટ માટે 103 રન બનાવ્યા હતા. ઝાદરાન આઉટ થયા બાદ અઝ્મતુલ્લા ઓમરઝાઈએ 13 બોલમાં 22 રન બનાવ્યા. પરંતુ બાદમાં અફઘાનિસ્તાન ટીમની વિકેટ સતત પડતી રહી. આ રીતે તે 20 ઓવરમાં 159/6 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીને 2-2 વિકેટ મળી હતી. જ્યારે લોકી ફર્ગ્યુસનને 1 સફળતા મળી હતી.

ન્યુઝીલેન્ડની ખાસ પળો

160 રનનો પીછો કરતાં ન્યુઝીલેન્ડની ટીમની બાજી અફઘાનિસ્તાનના બોલરોએ બગાડી હતી. ન્યૂઝીલેન્ડની ઈનિંગની પહેલી જ ઓવરના પહેલા બોલ પર ફિન એલન શાનદાર ઇનસ્વિંગ બોલ પર ફઝલહક ફારૂકીના હાથે ક્લિન બોલ્ડ કર્યો હતો.

ન્યુઝીલેન્ડના કિવી ટીમના બેટ્સમેનો 'તુ ચલ મેં આયા'ની લાઈનમાં સતત આઉટ થયા. કેપ્ટન રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 15.2 ઓવરમાં 75 રનમાં ઓલઆઉટ થઈ હતી.

અફઘાનિસ્તાન માટે, ફારૂકીએ 3.2-0-17-4નો ખતરનાક ખેલ રચ્યો હતો. કેપ્ટન રાશિદ ખાને પણ આક્રમક બોલિંગ કરી 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. અનુભવી મોહમ્મદ નબીએ પણ 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

T20 વર્લ્ડ કપમાં પૂર્ણ સભ્ય દેશ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર

55 - ઈંગ્લેન્ડ બનામ વેસ્ટ ઈન્ડિઝ, દુબઈ, 2021

60 - ન્યુઝીલેન્ડ બનામ શ્રીલંકા, ચટગાંવ, 2014

70 - બાંગ્લાદેશ બનામ ન્યુઝીલેન્ડ, કોલકાતા, 2016

72 - બાંગ્લાદેશ બનામ ઓસ્ટ્રેલિયા, દુબઈ, 2021

75 - ન્યુઝીલેન્ડ બનામ અફઘાનિસ્તાન, પ્રોવિડન્સ, 2024

T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમનું સૌથી મોટું માર્જિન (રન)

130  બનામ સ્કોટલેન્ડ, શારજાહ, 2021

125 બનામ યુગાન્ડા, પ્રોવિડન્સ, 2024

84 બનામ ન્યુઝીલેન્ડ, પ્રોવિડન્સ, 2024*

62 બનામ નામિબિયા, અબુ ધાબી, 2021

T20 વર્લ્ડ કપમાં કેપ્ટન દ્વારા શ્રેષ્ઠ બોલિંગ

4/17 - રાશિદ ખાન બનામ ન્યુઝીલેન્ડ, પ્રોવિડન્સ, 2024*

4/20 - ડેનિયલ વેટ્ટોરી બનામ ભારત, જોહાનિસબર્ગ, 2007

4/20 - ઝીશાન મકસૂદ બનામ પાપુઆ ન્યુ ગિની, અલ અમીરાત, 2021


  T20 વર્લ્ડકપમાં વધુ એક મેજર અપસેટ, ન્યૂઝીલેન્ડ 75 રનમાં સમેટાઈ, અફઘાનનો 84 રનથી વિજય 2 - image


Google NewsGoogle News