IND vs NZ: ભારતની ધુંઆધાર બેટિંગ બાદ ન્યૂઝીલેન્ડની દમદાર વાપસી, હવે અંતિમ દિવસે થશે ખરાખરીનો જંગ
IND vs NZ, 1st Test : બેંગલુરુમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ચોથા દિવસની રમત ખરાબ પ્રકાશ અને ભારે વરસાદને કારણે સમય પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે માત્ર 4 બોલ રમ્યા હતા. જેમાં ટીમ પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 107 રન બનાવવાના છે.
ત્રીજા દિવસની અંત સુધીમાં ભારતે 3 વિકેટના નુકસાને 231 રન બનાવ્યા હતા. ચોથા દિવસે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલા બે સેશનમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી હતી. સરફરાઝ ખાન અને રિષભ પંત વચ્ચે 177 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. સરફરાઝે 150 રન બનાવ્યા હતા જ્યારે રિષભ પંત 99 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયા નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી.
Bad light brings day four to an early conclusion with New Zealand on top 💪#WTC25 | #INDvNZ: https://t.co/U8Cd1uQu5j pic.twitter.com/OKyEnMzG0a
— ICC (@ICC) October 19, 2024
ભારતીય ટીમે એક સમયે 3 વિકેટ ગુમાવીને 408 રન બનાવી લીધા હતા. પરંતુ સરફરાઝ ખાનની વિકેટ પડ્યા બાદ ટીમ લડખડાઈ ગઈ હતી. એક સમયે ભારતે છેલ્લી 7 વિકેટ માત્ર 54 રનમાં ગુમાવી દીધી હતી. ચોથા દિવસના છેલ્લા સેશનમાં મેટ હેનરી અને વિલિયમ ઓરર્કની ઘાતક બોલિંગ સામે કેએલ રાહુલ માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ માત્ર 5 રન બનાવી આઉટ થઇ ગયો હતો આ રીતે ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 462 રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી.
આ પણ વાંચો : VIDEO : પંતને આઉટ થતાં બચાવવા માટે સરફરાઝે જે કર્યું તે જોઈ આખી ટીમ હસવા લાગી
એક સમયે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં લાગી રહી હતી. પરંતુ ચોથા દિવસના છેલ્લા સેશનમાં મેચમાં ન્યુઝીલેન્ડનું પલડું ભરી થઇ ગયું હતું. ભારતે ન્યુઝીલેન્ડને 107 રનનું લક્ષ્ય આપ્યું છે. ન્યુઝીલેન્ડ અત્યાર સુધીમાં ભારતીય શરતી પર એક પણ દ્વિપક્ષીય સીરિઝ જીતી શક્યું નથી.